ETV Bharat / state

રાજકોટ મનપાના જનરલ બોર્ડની મિટીંગ મળી, સઘન ચેકિંગ કરીને પ્રવેશ અપાતા વિપક્ષનો હોબાળો

રાજકોટ મહાનગરપાલિકાનાં સ્થાપના દિવસે જનરલ બોર્ડની મિટીંગ મળી હતી. જેમાં શાસક તેમજ વિપક્ષનાં કોર્પોરેટરોની સઘન ચેકીંગ કર્યા બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો.

રાજકોટ મનપાના જનરલ બોર્ડની મિટીંગ મળી, વિપક્ષનું કરાયું સઘન ચેકિંગ
રાજકોટ મનપાના જનરલ બોર્ડની મિટીંગ મળી, વિપક્ષનું કરાયું સઘન ચેકિંગ (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

મોરબી: જિલ્લા મહાનગરપાલિકાનાં સ્થાપના દિવસે જનરલ બોર્ડની મિટીંગ મળી હતી. જેમાં શાસક તેમજ વિપક્ષનાં કોર્પોરેટરોની સઘન ચેકીંગ કર્યા બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રથમ પ્રશ્ન ભાજપનાં કોર્પોરેટરનો હતો. જેમાં અડધો કલાક જેટલો સમય વીતી ગયા છતાં વિપક્ષનાં નેતા વશરામ સાગઠિયાએ પોતાનાં રોગચાળાનાં પ્રશ્નનો જવાબ આપવા અંગે હોબાળો કર્યો હતો. વશરામ સાગઠીયાને શાસક પક્ષના કોર્પોરેટરો દ્વારા તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવતા શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું હતું. મનપા કમિશ્નર ગેરહાજર હોવાથી ડે. કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા આ બોર્ડમાં જવાબો અપાયા હતા.

વશરામ સાગઠીયાએ આક્રોશ ઠાલવ્યો: વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, હું આતંકવાદી હોય તેમ મારું ચેકીંગ કરવામાં આવ્યું હતું. જે બંધારણની વિરુદ્ધ છે. તેમજ જનરલ બોર્ડમાં પણ હંમેશાની જેમ કોંગ્રેસના પ્રજાલક્ષી પ્રશ્નો ધ્યાને લેવામાં આવ્યા નહોતા. જેને લઈને મેં રોગચાળાનો અને ડેંગ્યુનાં કારણે થતા મોતનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. પણ મારા પ્રશ્નનો જવાબ આપવાને બદલે માર્શલ દ્વારા મને બહાર કાઢી મુકવામાં આવ્યો હતો. તંત્ર રોગચાળાનાં આંકડા છુપાવે છે. અને આંકડાઓ બહાર ન આવે તે માટે વિપક્ષને પૂરી અને સાચી વિગતો અપાતી નથી. ભાજપના શાસકોએ લોકશાહીનું ખૂન કર્યાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો.

રાજકોટ મનપાના જનરલ બોર્ડની મિટીંગ મળી, વિપક્ષનું કરાયું સઘન ચેકિંગ (Etv Bharat gujarat)

વિપક્ષ ખોટા હોબાળા કરતા હોવાનો આક્ષેપ: સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, જ્યારે પણ બોર્ડ હોય ત્યારે કોનો પ્રશ્ન કયા ક્રમે આવશે. તેનો ડ્રો અગાઉ કરવામાં આવે છે અને તે મુજબના પ્રશ્નો ચર્ચાઇ છે. ભાજપનાં કોર્પોરેટર સોરઠીયાનાં પ્રશ્નની ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા વશરામ સાગઠિયાએ ખોટી રીતે હોબાળો કરતા બોર્ડનાં અધ્યક્ષ મેયર દ્વારા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. દુઃખ સાથે કહેવું પડે છે કે, વિપક્ષ પાસે માત્ર 4 કોર્પોરેટર છે. અને તેમાંથી પણ આજે માત્ર 2 કોર્પોરેટર હાજર રહ્યા હતા. આમ વિપક્ષને લોકો માટે સમય જ નથી. જો કે, વશરામ સાગઠિયા માત્ર મીડિયા સમક્ષ ફોટા પડાવવા ખોટી રીતે હોબાળો કરે છે. આ સિવાય પ્રજાનું કોઈ કામ કરતા નથી.

આ પણ વાંચો:

  1. રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં મામા ભાણેજ સામસામે, આજે મતદાન યોજાયું
  2. 'તમારું ખાતું મોટા ફ્રોડમાં વપરાયું છે...' રાજકોટમાં નિવૃત્ત બેંક કર્મીને ડિજિટલ એરેસ્ટ કરીને ઠગોએ 56 લાખ પડાવ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.