ETV Bharat / state

ટંકારાનો ડેમી-3 ડેમ જર્જરિત! તાત્કાલિક ખાલી કરવા સરકારની ભલામણ, ખેડૂતોનો વિરોધ - TANKARA DAM 3 DAM DANGEROUS

author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

ટંકારા તાલુકાના કોયલી ગામ નજીક આવેલા ડેમી-3 ડેમના દરવાજા અને સીલવે જોખમી હોવાનું એક્સપર્ટ કમિટીના તારણ બાદ સિંચાઈ વિભાગ દ્વારા ડેમને તાત્કાલિક ખાલી કરવાની કાર્યવાહી કરાઈ છે. તેમજ બીજી બાજુ સિંચાઈનો લાભ લેતા ખેડૂતોએ ડેમ ખાલી કરવા સામે વિરોધ પ્રદર્શિત કર્યો છે., tankara dam 3 dam dangerous

ખેડૂતોનો ડેમ ખાલી કરવા સામે વિરોધ
ખેડૂતોનો ડેમ ખાલી કરવા સામે વિરોધ (Etv Bharat Gujarat)

મોરબી: મોરબી તાલુકાના કોયલી ગામ નજીક આવેલા ડેમી-3 સિંચાઈ યોજનાના દરવાજા અને પિલર જોખમી હોવાનો સરકારી એક્સપર્ટ કમિટીનો અભિપ્રાય આવતા ડેમને તાત્કાલિક ખાલી કરવા સરકારે ભલામણ કરી છે. જે બાદા સિંચાઈ વિભાગે ડેમ ખાલી કરવા કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે ડેમી–3 યોજના હેઠળ સિંચાઈનો લાભ લેતા ખેડૂતોએ ડેમ ખાલી કરવા સામે વિરોધ પ્રદર્શિત કરવા ટોળે ટોળાં ડેમ સાઇટ ખાતે એકત્રિત થઈ ગયા હતા.

ફાઈનલ રીપોર્ટ આવતા ડેમ ખાલી કરવા નિર્ણય: મોરબી તાલુકાના કોયલી ગામ નજીક ડેમી -3 જળાશયના દરવાજા અને પિલર જોખમી બની ગયા છે. તેથી છેલ્લા એક વર્ષથી સિંચાઈ વિભાગની એક્સપર્ટ કમિટી દ્વારા ડેમની સતત અવાર નવાર મુલાકાત લેવામાં આવી છે. ત્યારે તાજેતરમાં રીપોર્ટમાં બહાર આવ્યું છે કે આ ડેમમાં જળ સંગ્રહ કરવો હિતાવહ નથી. તેથી ડેમ ખાલી કરવા સરકારે સૂચના જારી કરી છે મોરબી ડેમી યોજનાના અધિકારીઓ દ્વારા ડેમ ખાલી કરવા કાર્યવાહી શરૂ કરી છે.

ફાઈનલ રિપોર્ટ આવતીકાલે આવશે: ડેમી- 3 યોજના ડેમ વર્ષ 2002માં નિર્માણ થયો હતો. આ ડેમમાં 339 એમસીએફટી જળ સંગ્રહ ક્ષમતા છે. મેં 2023થી સિંચાઈ વિભાગની એક્સપર્ટ કમીટી દ્વારા ડેમની અવારનવાર મુલાકાત લેવામાં આવી રહી હતી અને ડેમની સ્થિતિનું નિરીક્ષણ કરીને તેનું સેમ્પલ લઈને રીપોર્ટ તૈયાર કરવામાં આવતો હતો. જો કે તે ફાઈનલ રીપોર્ટ આવતીકાલે આવી જતા ડેમના દરવાજા અને પિલર જોખમી હોવાનું ધ્યાને આવતા રાજ્ય સરકાર દ્વરા ડેમ ખાલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સાત ગામના ખેડૂતોનો વિરોધ: ટંકારા તાલુકાના ખાનપર, ચાચાપર, કોયલી, ગજડી, રામગઢ, કૃષ્ણનગર, ખોડાપીપર, ધૂળકોટ અને આમરણને સિંચાઈનો લાભ આપતો ડેમી -3 ડેમ જર્જરિત હોવાથી સરકારે ડેમ ખાલી કરવા નિર્ણય લીધો છે ત્યારે આ ડેમનું પાણી ખાલી થઈ જાય તો ખેડૂતોને પાક બચાવો મુશ્કેલ બની જાય તેમ હોવાનું અને પીવાનું પાણી પણ તળિયા જાટક થઈ જાય તેમ હોવાથી ખેડૂતોએ ડેમ ખાલી ન કરવા માંગ ઉઠાવી ડેમ ઉપર જ વિરોધ પ્રદર્શન કર્યું હતું..

રવિ સીઝન માટે પાણી રહેવા દેવા માંગ: ડેમના અધિકારી એ જણાવ્યું હતું કે ડેમ જર્જરિત થતા ડેમ ખાલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ ડેમના કમાંડ વિસ્તારના ખેડૂતોની રજૂઆત છે કે રવિ સીઝન માટે પાણી મળી રહે એટલે ત્રણ મહિના પછી પાણી છોડવામાં આવે જે રજૂઆત ઉપરની કક્ષા એ મોકલી આપીશું.

આ પણ વાંચો:

  1. ગુજરાતમાં ગોબર-ધન યોજના હેઠળ 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત - Gobar dhan yojana Gujarat
  2. મોરબીના લીલાપર રોડ પર કારમાં આગ લાગતા કારમાં ફસાઈ ગયેલ યુવાનનું મોત - A youth dies in a car fire

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.