- અલગ-અલગ વિસ્તારોમાં પણ ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યા છે
- કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓની આવન જાવન સાથે મૃતદેહોની પણ આવનજાવન ચાલુ રહી હતી
- કોવિડ હોસ્પિટલમાં 900 બેડની જાહેરાત કરાઇ હતી, પરંતુ ખાલી 509 બેડ જ કાર્યરત છે
અમદાવાદઃ GMDC ગ્રાઉન્ડમાં ચાલતા ડ્રાઇવ થ્રુ RT-PCR ટેસ્ટની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યાં ટેન્ટની સંખ્યામાં પણ ઘટાડો કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ સિવાય બીજા વિસ્તારો જેમ કે મણિનગર,બાપુનગર, નરોડા અને સાઉથ બોપલ જેવા વિસ્તારોમાં પણ ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ લુણાવાડામાં કોવિડ-19 નિયંત્રણ, સર્વેલન્સ, ટેસ્ટિંગ અને સારવાર અંગે સમીક્ષા બેઠક યોજાઇ
કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓની આવન જાવન સાથે મૃતદેહોની પણ આવનજાવન ચાલુ રહી હતી
GMDC ખાતે આવેલા ગુજરાત યુનિવર્સિટી કન્વેનશન હોલમાં ચાલી રહેલા કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓની આવન જાવન સાથે મૃતદેહોની પણ આવનજાવન ચાલુ રહી હતી. બહાર પોતાના સગા માટેની રાહ જોઈ રહેલા દર્દીઓને તંત્ર અને અંદર રહેલા નર્સિંગ સ્ટાફ દ્વારા યોગ્ય માહિતી ના મળતી હોવાની ફરિયાદો પણ સાંભળવા મળી હતી.
પુરા 900 બેડ શરૂ કરવામાં આવે તો તકલીફ ઓછી થઈ શકે છે
હોસ્પિટલ બહાર હાજર રહેતા પેશન્ટના સગાઓનું કેહવું હતું કે, એકવાર દાખલ કરી દીધા પછી દર્દીઓના સગાને ચોક્કસ સમય પર તબિયત કેમ છે, તેની માહિતી આપવામાં આવતી નથી અને તેઓ ફક્ત બહાર તેમની રાહ જુવે છે. પરંતુ હાલના સમયમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી કોવિડ હોસ્પિટલમાં 900 બેડની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ખાલી 509 બેડ જ કાર્યરત છે. જેના કારણે બેડ મળી શકતા નથી, પુરા 900 બેડ શરૂ કરવામાં આવે તો તકલીફ ઓછી થઈ શકે છે.
આ પણ વાંચોઃ વડોદરામાં રસીકરણ સેન્ટરોની બહાર ‘આજે રસીકરણ સત્ર નથી’ના બોર્ડ લાગ્યા
30,000 પગાર ધોરણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યો છે
હોસ્પિટલમાં સ્ટાફના અભાવના કારણે આવી ફરિયાદો આવી રહી છે તેમ પણ જાણવા મળ્યું હતું. સરકારે આ હોસ્પિટલમાં કામ કરવા માટે ભરતી બહાર પાડી છે અને નવરંગપુરાના સ્કોપ સેન્ટર ખાતે જેના ઇન્ટરવ્યૂ ચાલુ છે, 30,000 પગાર ધોરણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યો છે, પણ વાત એવી જાણવા મળી છે કે, હાલના સમયમાં કોવિડ કેરમાં કામ કરવા માટે કોઈ રાજી નથી અને ઇન્ટરવ્યુ આપવા લોકો આવતા નથી.