ETV Bharat / city

બહારનું ફૂડ ખાતા હોવ તો ચેતી જજો, નહીં તો બનશો રોગચાળાનો શિકાર - Heatwave in Ahmedabad

અમદાવાદમાં મે મહિનામાં ઝાડા ઊલ્ટીના 395 નવા કેસ સાથે રોગચાળામાં વધારો (Epidemic increased in Ahmedabad) થયો છે. આ મહિનામાં કમળાના પણ 48 કેસ સામે આવ્યા છે. તો ટાઈફોડના 111 કેસ નોંધાયા છે. આ સાથે જ પ્રશ્ન એ થાય છે કે, તંત્રની નિષ્ફળતાના (Torture of contaminated water in Ahmedabad) કારણે આ રોગચાળો વકરી રહ્યો છે કે પછી લોકોની બેદરકારીના કારણે.

બહારનું ફૂડ ખાતા હોવ તો ચેતી જજો, નહીં તો બનશો રોગચાળાનો શિકાર

author img

By

Published : May 18, 2022, 11:42 AM IST

અમદાવાદઃ શહેરમાં રોગચાળો વકરતો જાય છે. નવું વર્ષ શરૂ થયું ત્યારથી અત્યાર સુધી શહેરમાં ઝાડા-ઊલટીના 1,957 કેસ, કમળાના 534 કેસ અને ટાઈફોઈડના 550 કેસ (Epidemic increased in Ahmedabad) નોંધાયા છે. બીજી તરફ આરોગ્ય અધિકારીએ પણ સ્વીકાર્યું હતું કે, દૂષિત પાણીના કારણે શહેરમાં રોગચાળો (Torture of contaminated water in Ahmedabad) વકર્યો છે. અમદાવાદ શહેરમાં કોટ વિસ્તાર, દાણીલીમડા, બહેરામપુરા, ગોમતીપુર અને રખિયાલ સહિતના વિસ્તારોમાં દૂષિત પાણીની ફરિયાદ છે.

મે મહિનામાં રોગચાળો વધ્યો

મે મહિનામાં રોગચાળો વધ્યો - AMCના આરોગ્ય વિભાગના વડા ડૉ. ભાવિન સોલંકીએ (AMC Health Department) જણાવ્યું હતું કે, શહેરમાં આ મે મહિનામાં પાણીજન્ય રોગોમાં વધારો (Epidemic increased in Ahmedabad) થયો છે, જેમાં ઝાડાઊલટી અને ટાઈફોઇડના કેસો વધુ છે. ઝાડાઊલટીના 395, ટાઈફોઇડના 111 કેસ તો કમળાના 48 અને ડેન્ગ્યુના 7 કેસ નોંધાયા છે. શહેરમાં જ્યાંથી પણ પાણીની ફરિયાદો આવી છે અને ક્લોરિન નીલ આવ્યું છે ત્યાં પાણીના સેમ્પલો લેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Disease in Summer Season : રાજકોટમાં કોરોનાની સાઈડ કાપી અન્ય રોગચાળાના કેસમાં ઉછાળો

શહેરના પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ દૂષિત પાણી - બીજી તરફ AMCના આરોગ્ય વિભાગ (AMC Health Department) દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી મે મહિનામાં 796 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાંથી 10 જેટલાં સેમ્પલ અનફિટ જાહેર થયા છે. આ અનફીટ જાહેર થયેલા સેમ્પલો મુખ્યત્વે શહેરના પૂર્વ વિસ્તારમાં જાહેર થયા છે. જ્યાંથી પાણીના સેમ્પલ અનફીટ જાહેર થયા છે. ત્યાં કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાણીની પાઈપલાઈન સાફ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેમ જ ક્લોરિનની ગોળીઓનું વેચાણ પણ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ Seasonal Epidemic in Rajkot : રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં તાવ, ઉધરસ, શરદી જેવી સામાન્ય બિમારીઓના આંકડાઓ ચોકાવનારો

કામ સિવાય બહાર ન નીકળવા તંત્રની અપીલ - એક તરફ અમદાવાદમાં ગરમી અને બીજી તરફ રોગચાળાનો માર. તેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ (AMC Health Department)દ્વારા લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. સાથે કામ સિવાય લોકોને બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત બહારનો ખોરાક તેમજ પીણાનું સેવન ટાળવા પણ સૂચન કરવામાં આવ્યુ છે.

અમદાવાદમાં 2 દિવસ રહેશે હીટવેવ - બીજી તરફ હવામાન વિભાગે આગામી 2 દિવસ ગુજરાતમાં લોકોને કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળવાની આગાહી કરી છે. હવામાન વિભાગનું માનીએ તો, આગામી 2 દિવસ રાજ્યમાં સામાન્ય ગરમી રહેશે. જોકે, 2 દિવસ બાદ ફરી રાજ્યમાં તાપમાનનો પારો ઊંચે ચઢશે. તો 48 કલાક બાદ ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે 19 અને 20 મેએ અમદાવાદમાં હીટવેવ (Heatwave in Ahmedabad) રહેશે. તો બીજી તરફ આ વખતે ચોમાસું જૂનના બીજા સપ્તાહમાં આવી શકે તેવી હવામાન વિભાગે આગાહી કરી હતી. તો દક્ષિણ ગુજરાતમાં 20 અને 21મેએ વાદળછાયું વાતાવરણ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.