- આઈશા આત્મહત્યા મામલો
- આઈશાના પતિ આરીફે જામીન માટે અરજી કરી
- આરીફના જામીન મંજૂર ના કરવા આઈશાના પરિવારે કોર્ટમાં રાજૂઆત
- કોર્ટે 1 એપ્રિલે સુનાવણી કરશે
અમદાવાદઃ પતિ અને સાસરી પક્ષથી કંટાળી સાબરમતી નદીમાં આઈશાએ ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. જિલ્લાના અમદાવાદ શહેરની સેશન્સ કોર્ટમાં આરીફના જામીન અરજી સામે આઈશાના પરિવારે વાંધો ઉઠાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ મામલે હજી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ તપાસ કરી રહી છે. જેથી કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ થઈ નથી. જેને લઇને શુક્રવારે કોર્ટમાં આરીફના જામીન મંજૂર ન કરવા માટેની રાજીઆત આઈશાના પરિવર તરફથી કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ 'અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શક્લ ન દિખાયે', આત્મહત્યા કરતા પહેલા યુવતીના શબ્દો
જામીન મળવાથી આરીફ વિદેશ ભાગી શકે છે
આઈશાના પરિવાર તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે હજી ચાર્જશીટ દાખલ ન થતાં આરીફ દેશ-વિદેશ પણ ભાગી શકે છે, તેમજ આઈશાના પરિવારજનોને ધાક-ધમકી પણ આપી શકે છે. તેથી તેને જામીન ન આપવામાં આવે.
કલમ 439 હેઠળ દાખલ થયેલી જામીન અરજી સામે વાંધો ઉઠાવવામાં આવ્યો
અમદાવાદ પોલીસે આઈશાના પતિને ઝાલોરથી પકડીને લાવી હતી, ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરીફને પહેલા 3 દિવસના પોલીસ રિમાન્ડ અને ત્યારબાદ જ્યૂડીશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. બાદમાં આરીફે કોર્ટ સમક્ષ ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ 439 હેઠળ રેગ્યુલર જામીનની અરજી કરતા આઈશાના પક્ષ તરફથી વિરોધ ઉઠાવવામાં આવ્યો હતો.
આઈશા આત્મહત્યા કેસ છે શું
અમદાવાદ શહેરમાં એક પરિણીત યુવતીએ સાબરમતી નદીમાં ઝંપલાવી મોત વ્હાલું કર્યું હતું. તેમણે આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તે પોતાના શબ્દોથી હસતા મોઢે દુઃખ વ્યક્ત કરતી જોવા મળે છે અને છેલ્લા શબ્દોમાં દુનિયાને અલવિદા કહીં નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી.
સમજ લિજીયે કે ખુદા કી ઝીંદગી ઇતની હોતી હે"
પરિણીતાએ જે વિડીયો બનાવ્યો હતો તેમાં જણાવ્યું છે કે, "હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હે આઇશા આરીફખાન...ઔર મેં જો ભી કુછ કરને જા રહી હું મેરી મરજી સે કરને જા રહી હું... ઇસમે કિસીકા દોર ઔર દબાવ નહિ હે અબ બસ ક્યા કહે? એ સમજ લિજીયે કે ખુદાકિ ઝીંદગી ઇતની હોતી હે... ઔર મુજે ઇતની ઝીંદગી બહોત સુકુન વાલી લગતી હે. ઔર ડિયર ડેડ કબ તક લડેગે અપનો સે કેસ વિડ્રોલ કર દો, નહિ કરના, આઇશા લડાઈઓ કે લિએ નહિ બની પ્યાર કરતે હે આરીફસે ઉસે પરેશાન થોડી કરેગે?"
'અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શક્લ ન દિખાયે'
અગર ઉસે આઝાદી ચાહિયે તો ઠીક હે વો આઝાદ રહે, ચલો અપની ઝીંદગી તો યહી તક હે. મેં ખુશ હું કી મેં અલ્લાહ સે મીલૂંગી ઉન્હેં કહુંગી કી મેરે સે ગલતી કહાં રેહ ગઈ?, મા-બાપ બહુત અચ્છે મિલે, દોસ્ત બહોત અચ્છે મિલે, પર શાયદ કહી કમી રેહ ગઈ, મુજમે યા શાયદ તકદીર મેં, મેં ખુશ હું સુકુન સે જાના ચાહતી હું, અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શક્લ ન દિખાયે.'
'મુજે દુઆઓ મેં યાદ કરના કયા પતા જન્નત મિલે ન મિલે'
'એક ચીઝ જરૂર શીખ રહી હું મોહબબત કરની હે તો દો તરફા કરો, એક તરફા મેં કુછ હાસિલ નહીં હે. ચલો કુછ મહોબ્બત તો નિકાહ કે બાદ ભી અધૂરી રહેતી હે, એ પ્યારી સી નદી પ્રે કરતે હે કી વો મુજે અપને આભ મેં સમા લે, ઔર મેરે પીઠ પીછે જો ભી હો પ્લીઝ જ્યાદા બખેડા મત કરના મેં હવાઓ કી તરહ હું બસ બહેના ચાહતી હું, ઔર બહેતે રેહના ચાહતી હું કિસીકે લિયે નહિ રૂકના, મેં ખુશ હું આજ કે દિન કે જો સવાલ કે જવાબ ચાહિયે થે વો મિલ ગયે. ઔર મુજે જીસકો જો બતાના થાય વો સચ્ચાઈ બતા ચૂકી હું કાફી હે, થેંક્યું. મુજે દુઆઓ મેં યાદ કરના કયા પતા જન્નત મિલે ન મિલે..ચલો અલવિદા.
આ પણ વાંચોઃ આઇશા આત્મહત્યા કેસ : જાણો શું કહે છે યુવતીનો પરિવાર...?
પતિ, સાસુ સસરાએ સહિતના લોકો સામે ફરિયાદ
બાદમાં ફરી આઇશાને લઈ જતાં ઝઘડો થયો હતો અનવ ફરી અમદાવાદ તેને પિયરમાં મૂકી જતા આઇશાએ વટવા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ સસરાએ સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટમાં પણ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. બાદમાં આ આઇશા બેંકમાં મ્યુચ્યુલ ફન્ડ વિભાગમાં નોકરી કરવા લાગી હતી.
આઇશાની માતાએ કોઈ પગલું ન ભરે તે માટે સમજાવી હતી
આઇશાની માતાએ કોઈ પગલું ન ભરે તે માટે સમજાવી હતી. બાદમાં માતા પિતા તેને શોધવા નીકળ્યાં હતા. થોડા સમય બાદ આઇશાના ફોન પરથી અજાણી વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું કે, બેગ અને ફોન ખોડિયાર નગર રિવરફ્રન્ટ વોક વે પાસે બિનવારસી મળી આવ્યો છે. રિવરફ્રન્ટ પર તપાસ કરતાં ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમે નદીમાં તપાસ કરી એક મહિલાની એટલે કે આઇશાની મૃતદેહ બહાર કાઢ્યો હતો. આઇશાના મોબાઈલ ફોનમાં જોયું તો તેણે એક વીડિયો બનાવી તેના પતિને મોકલ્યો હતો. પતિના ત્રાસથી આઇશાએ આત્મહત્યા કરતા પોલીસે આ મામલે વીડિયોના પૂરાવાના આધારે આઇશાના પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસનું નિવેદન
રિવરફ્રન્ટ યુવતી આપઘાત મામલે પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, 25 તારીખે આઇશા ઘરેથી નીકળી હતી, ત્યારે તેના સાસુ અને સસરા સાથે એટલે કે સાસરીમાં અણબનાવ બનતા તેને વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ આઇશા સાસરીમાં જવા તૈયાર નહોતી. આ મામલે તેના માતાપિતાએ તેને સમજાવી હતી, પરંતુ જ્યારે આઇશાએ આપઘાત કર્યો એ પહેલાં તેના પતિ આરીફ સાથે તેને ફોન પર વાત કરી હતી અને તેમાં તેને કહ્યું હતું કે હું આત્મહત્યા કરી લઈશ. જેથી આરીફે જણાવ્યું કે તારે મરવું હોય તો મરી જા, પરંતુ મરવાની વાત વીડિયોમાં મોકલજે. આ મામલે પોલીસના જણાવ્યા મુજબ પીડિતા પતિના ઘરે જવા માંગતી હતી, પરંતુ તેનો પતિ તેને ધરાર સ્વીકારવા તૈયાર ન હતો. જે કારણે આઇશાએ પોતાનો વીડિયો બનાવીને આત્મહત્યા કરી લીધી હતી.