- વડાપ્રધાન મોદીના પરિવારના સભ્યનું કોરોનાથી નિધન
- વડાપ્રધાન મોદીના કાકી નર્મદાબેનનું સારવાર દરમિયાન નિધન
- અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઇ રહ્યા હતા કોરોનાની સારવાર
અમદાવાદ: દેશમાં કોરોનાનો બીજી લહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાકી નર્મદાબેન મોદીનું મંગળવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બનાવેલી 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં નિધન થયું છે. રાણીપ વિસ્તારમાં રહેતા 80 વર્ષીય નર્મદાબેન કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ છેલ્લા 10 દિવસથી સારવાર મેળવી રહ્યા હતા.
કાકા જગજીવનદાસનું વર્ષો પહેલા થઈ ગયું છે નિધન
વડાપ્રધાનના નાના ભાઇ પ્રહલાદ મોદીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, "કોરોના સંક્રમણથી તબિયત બગડતા અમારા કાકી નર્મદાબેનને અંદાજિત 10 દિવસ પહેલા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે મંગળવારે હોસ્પિટલમાં અંતિમશ્વાસ લીધા હતા." તેમણે વધુમાં કહ્યું કે, "તેમના કાકીના પતિ જગજીવનદાસ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતા દામોદરદાસના ભાઈ હતા અને તેમનું કેટલાક વર્ષો પહેલા નિધન થઇ ચૂક્યું છે."