અમદાવાદઃ અમદાવાદમાં કોરોના સંકટ દરમિયાન ખુબ જ દુઃખદ ઘટના બની છે. અમદાવાદના શાહપુરમાં લોકડાઉનનું પાલન કરાવતાં પોલીસ જવાનો પર સ્થાનિકોએ પથ્થરમારો કર્યો હતો. કોરોના વોરિયર્સ પર થયેલો આ હુમલો ખુબ જ ચિંતાજનક છે.
પોલીસે સ્થાનિકો પર કાબુ ન થતાં ટીયરગેસના સેલ પણ છોડ્યા હતા. હાલ પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી છે. અમદાવાદના શાહપુરમાં લોકડાઉનનું પાલન કરાવી રહેલી પોલીસની ટીમ પર સ્થાનિકોએ પથ્થરમારો કર્યો હતો. આ ઘટના એટલી બધી વણસી ગઈ કે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા.
આ ઉપરાંત હાલમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. આ ઉપરાંત શાહપુરમાં હાલમાં RAFની ટીમ અને મોટો પોલીસ કાફલો ઉતારી દેવાયો છે. પોતાની અને પરિવારની ચિંતા કર્યા વગર દિવસ રાત ડ્યુટી કરી રહેલાં કોરોના વોરિયર્સ પોલીસ પર આ પ્રકારના હુમલા ખુબ જ નિંદનીય છે. પોલીસના જવાનો દ્વારા આપણી સારી હેલ્થ રહે અને આપણે કોરોનાના સંક્રમણથી બચીએ એ માટે લોકડાઉનનો પાલન કરાવાઈ રહ્યો છે. હાલમાં શાહપુરમાં પોલીસની 50થી વધુ ગાડીઓ અને મોટી પોલીસ ફોજ ઉતારાય છે. પોલીસ જવાનોએ અમુક હુમલાખોરોની અટકાયત કરી છે.