અમદાવાદ: ગુજરાત ATSને હાથ એક મોટી સફળતા લાગી છે. હરેશ શિવપુરી ગોસ્વામી નામના આરોપીની વસ્ત્રાલ ખાતેથી ધરપકડ કરી છે. હરેશ ગોસ્વામી આંતરરાજ્ય ગેંગો સાથે મળી ગુજરાત,મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં ફાયરિંગ સાથે લૂંટ, ધાડના ગુનાઓમાં સંડોવાયેલ છે.આરોપીની પ્રાથમિક પૂછપરછમાં મુંબઈ અંડરવર્લ્ડના છોટા રાજન ગેંગ સાથે સંડોવાયેલ રાજેશ ખન્ના, સરમદ ખલીલ બેગ સાથે મળી ગુજરાત અને મહારાષ્ટ્રમાં લૂંટ અને ધાડના ગુનાઓને અંજામ આપેલ છે.
કરોડોની લૂંટ, ધાડ અને છોટા રાજનગેંગ સાથે સંડોવાયેલા આરોપીની ધરપકડ, ATSની સફળતા
વર્ષ ૨૦૧૧ થી ૨૦૧૮ સુધી ગુજરાત અને મહારાષ્ટ્રમાં કરોડોની લૂંટ અને ધાડમાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી હરેશ ગોસ્વામીની ગુજરાત ATSએ ધરપકડ કરી છે. આરોપી અંડરવર્લ્ડની છોટા રાજન ગેંગ સાથે સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું છે.