- અરવિંદ કેજરીવાલ અમદાવાદની મુલાકાતે
- પાર્ટીના પ્રદેશ કાર્યાલનું લોકાર્પણ કરશે
- રાજ્યની રાજનિતીમાં હલચલ
અમદાવાદ ( Arvind Kejriwal On Gujarat Visit ): 14 જૂન દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (Aam Admi Party) અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) 14 જૂને અમદાવાદ આવશે. તેઓ અમદાવાદના આશ્રમ રોડ પાસે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલયનું લોકાર્પણ કરશે. કાર્યાલયના ઉદ્ધાટન બાદ તેઓ પોતાની પાર્ટીના સભ્યો સાથે બેઠક યોજશે.
વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારી
ગુજરાતમાં રાજકીય હલચલ તેજ થઇ ગઇ છે. ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગાંધીનગરમાં ત્રણ દિવસ રોકાવાના છે અને 15 જૂને મંગળવારે ભાજપના તમામ ધારાસભ્યોની બેઠક મળવાની છે એવામાં આમ આદમી પાર્ટીના અધ્યક્ષ કેજરીવાલ 14 જૂને અમદાવાદ આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 )ને ધ્યાનમાં રાખીને સુરતની સફળતા બાદ હવે આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂટણી ( Gujarat Assembly Election 2022 ) જીતવા માટે કમર કસી રહી છે.
આ પણ વાંચો : કેજરીવાલનો કેન્દ્રને પ્રશ્ર: પીઝાની હોમ ડિલીવરી તો રેશનની કેમ નહીં?
નવા ચેહેરાઓ જોવા મળશે આપમાં
કેજરીવાલની હાજરીમાં કેટલાક મોટા માથા આમ આદમી પાર્ટીમાં જોડાશે અને આમ આદમી પાર્ટી પોતાનો પગ ગુજરાતમાં મજબૂત કરી રહી છે અરવિંદ કેજરીવાલનું બીજું લક્ષ્ય ગુજરાત વિધાનસભા છે. જેથી હવે આમ આદમી પાર્ટી ગુજરાત પર પોતાનું વધુ ધ્યાન કેન્દ્રિત કરશે.
આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસ અને ભાજપના નેતાઓને AAPમાં જોડાવા માટે અરવિંદ કેજરીવાલે જાહેર મંચ પરથી આપ્યું આમંત્રણ