અમદાવાદઃ તમને જણાવી દઇએ કે. ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા કોંગ્રેસ કિસાનના નેતા પાલ આંબલિયા કલેક્ટર કચેરીએ ડુંગળી, બટાકા અને કપાસની ભારીઓ લઈને વિરોધ કરવા પહોંચ્યાં હતાં. પાલ આંબલિયાના વિરોધ વચ્ચે પોલીસે તેમની અટકાયત કરી હતી અને પોલીસ સ્ટેશનમાં તેઓને લઇ જવાયા હતાં. જોકે પાલ આંબલિયા અને કોંગ્રેસનો દાવો છે કે, પોલીસે તેમને લોકઅપમાં ઢોર માર માર્યો છે. આંબલિયાની તબિયત પણ લથળી છે, જેથી આ વિવાદ વધારે વકર્યો છે.
પાલ આંબલિયાની ધરપકડ બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે, ‘પાલ આંબલિયાએ ખેડૂતોના પ્રશ્નને વાચા આપી એટલે પોલીસે ઢોર માર માર્યો. ગુજરાતની ભાજપ સરકાર ખેડૂત વિરોધી છે અને અત્યાચારી છે. રાજકોટ પોલીસ CM રૂપાણીના ઈશારે મારી રહી છે. ચાવડાએ વધુમાં કહ્યું કે, પોલીસ અને સરકાર ખેડૂતો અને પાલ આમહલિયાની માંફી માંગે. તેમજ જે પોલીસ અધિકારીઓએ માર માર્યો છે એમની વિરૂદ્ધ પણ પોલીસ ફરિયાદ થવી જોઈએ. રાજકોટમાં મુખ્યપ્રધાનનું હોમટાઉન છે એટલે પોલીસ બધું ઢાંકવા માંગે છે અને હોમટાઉનમાં ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યો છે. ખેડૂતોના હક માટે લડવું એ આ સરકારમાં ગુનો છે.’