14 ડિસેમ્બરની મોડી રાત્રીએ જયેશ સોલંકી તેના સાઢુભાઈ ઉર્વલ વાણીયા સાથે મોટરસાઈકલ લઈ ફરવા નીકળ્યા હતા. આ દરમિયાન રાતના 3 વાગ્યાની આસપાસ જયેશ સોલંકીના પરીચિત સોહમ ઉર્ફે રાજા તથા બીજા લોકો તાપણુ કરી રહ્યા હતા. જેથી જયેશ સોલંકીએ સોહમને પૂછ્યું કે, અત્યારે અહીંયા શું કરે છે. આ બાબતે બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી.
બાલાચાલીના થોડા સમય બાદ જયેશ અને સોહમ વચ્ચે ફરી અંગત કારણોસર ઝઘડો થયો હતો. જેમાં સોહમે જયેશ સોલંકીના પડખામાં છરીના ઘા માર્યા હતા. જેથી જયેશને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ મામલે શહેરકોટડા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપીને શહેરકોટડા પોલીસને સોંપ્યો હતો.