ETV Bharat / city

મ્યુકોરમાઇકોસીસના ઇન્જેકશન્સ આપવા કે નહીં તેની તપાસ સિવિલની ટીમ કરશે, ખાતરી બાદ અપાશે - Civil Hospital team

અમદાવાદ - સિવિલમાં મ્યુકોરમાઇકોસીસને લઈને ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સિવિલ હોસ્પિટલની એક ટીમ ઇમેઇલ વેરીફાય કરશે ત્યારબાદ ઇન્જેક્શન આપવામાં આવશે.

મ્યુકોરમાઇકોસીસના ઇન્જેકશન્સ આપવા કે નહીં તેની તપાસ સિવિલની ટીમ કરશે, ખાતરી બાદ અપાશે

author img

By

Published : May 25, 2021, 4:14 PM IST

  • મ્યુકોરમાઇકોસીસના ઇન્જેક્શન સિવિલમાં થશે વિતરણ
  • જે તે હોસ્પિટલે ઇન્જેક્શન મેળવવા ઈમેઇલ કરવાનો રહેશે
  • દર્દીને લગતા તમામ પ્રકારના જરૂરિયાત દસ્તાવેજ રજૂ કરવાના રહેશે

અમદાવાદઃ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં મ્યુકોરમાઈકોસીસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તેના ઇન્જેક્શન મેળવવા માટે અમદાવાદ સહિત સમગ્ર જગ્યાએ મુશ્કેલી પડી રહી છે. ત્યારે શહેરની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતેથી મ્યુકોરમાઈકોસીસની સારવાર માટેના ઇન્જેક્શન તમામ દર્દીઓને મળી રહેશે. જેને લઈ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા એક અલગ ટીમ બનાવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલની એક ટીમ ઇમેઇલ વેરીફાય કરશે ત્યારબાદ ઇન્જેક્શન આપવામાં આવશે.
આ પણ વાંચોઃ ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનથી મ્યુકોરમાઇક્રોસીસનો રોગ વધ્યો કે નહીં તે બાબતે ટાસ્ક ફોર્સની રચના કરાઈ

મ્યુકોરમાઈકોસીસ પોઝિટિવનો પુરાવો, આધારકાર્ડ સહિત અન્ય પુરાવા મુકવાના રહેશે

હાલમાં કોરોનાની પરિસ્થિતિ સાથે સાથે જ મ્યુકોરમાઈકોસીસ કેસમાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેની સારવાર માટે એમ્પફોથેરેસીન-બી ઇન્જેકશન કારગત નીવડ્યું છે. ત્યારે આ દર્દીઓને ઇન્જેક્શન સરળતાથી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા ઇન્જેક્શન અસારવા સિવિલ હોસ્પિટલથી મળશે. તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ દ્વારા એક ખાસ ટીમ બનાવવામાં આવી છે.. જેઓ બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યાથી તમામ ઇમેઇલને વેરિફિકેશન કરી તપાસ કરશે. ત્યારબાદ જરૂરિયાત મુજબ અને સ્ટોકને ધ્યાને લઈ હોસ્પિટલને ઇન્જેક્શન ફાળવામાં આવશે. જેમાં જે તે હોસ્પિટલે પોતે જ ઇમેઇલ કરવાનો રહેશે જેમાં દર્દીના યોગ્ય પુરાવા પણ મુકવાના રહેશે.

ઇન્જેક્શન માટે દર્દીઓને આપવી પડતી વિગતની માહિતી

C-formની સેલ્ફ અટેન્ટન્ડ સ્કેન કરેલી કોપી દાખલ દર્દીના કેસની વિગતોમાં, દર્દીના આધાર કાર્ડની નકલ મ્યુકોરમાઈકોસીસ નાની દાનની વિગત સારવાર આપતા ડોક્ટરની ભલામણપત્ર, હોસ્પિટલના અધિકારીનું નામ અને મોબાઈલ નંબર આપવા જરૂરી બની રહેશે. આ સાથે અમદાવાદની ખાનગી હોસ્પિટલોએ official mail id પરથી chaamphobdistribution@gmail.com પર દર્દીની સંપૂર્ણ વિગત મેળવી આપવાની રહેશે.

ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ માટે કરાઈ વ્યવસ્થા

એલજી હોસ્પિટલ ખાતેથી મળતા ઈન્જેકશન એ સમયે ફક્ત અને ફક્ત હોસ્પિટલમાં દાખલ હોય તેવા દર્દીઓની સારવાર ઇન્જેક્શનથી થઈ શકતી હતી. જેના કારણે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. તેને ધ્યાનમાં રાખીને અમદાવાદના શહેરી વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે ઈન્જેકશન અસારવા સિવિલ હોસ્પિટલ ખાતેથી અને ગ્રામીણ વિસ્તારની હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ઇન્જેક્શન માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતેથી ઇન્જેક્શન 25 મેથી મળી રહેશે. જોકે દર્દીઓના સગાની લાંબી લાઈનોના થાય તે માટે ઈન્જેકશન મેળવવા માટેની પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. એ પ્રક્રિયામાં હોસ્પિટલના રજિસ્ટર મેઇલ આઈડી પરથી જ મેઇલ કરવાનું જરૂરી બનશે નહીં દર્દીઓને પૂરતી વિગતો આપવું પણ જરૂરી બનશે. ત્યારબાદ હોસ્પિટલ નક્કી કરશે સરકાર દ્વારા કે આ દર્દીને ઇન્જેક્શન કેવી રીતે પૂરા પાડવા.

આ પણ વાંચોઃ તો શું આ તારીખથી બંધ થઈ જશે ફેસબુક અને ટ્વિટર...!?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.