- સાસરીપક્ષથી કંટાળી આઈશાએ આત્મહત્યા કરી હતી
- આઈશા સ્યૂસાઇડ કેસમાં આરીફની જામીન આરજી કરાઈ રદ
- અગાઉ જામીન માટે આરીફે કરી હતી અરજી
અમદાવાદઃ શહેરમાં એક પરિણીત યુવતીએ સાબરમતી નદીમાં ઝંપલાવી મોત વ્હાલું કર્યું હતું. પોલીસે આઈશાના આરીફને આત્મહત્યાની દુષ્પ્રેરણા માટેનો ગુનો નોંધી તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તેણે જામીન માટેની અરજી કરી હતી. પરંતુ કોર્ટે તે માટેની ગુરુવારે સુનાવણી રાખતા જામીન રદ કર્યા હતા. મહત્વનું છે કે પોલીસે તેને ઝાલોરથી ઝડપી પાડ્યો હતો. આઇશાના વકીલ ઝફરખાન પઠાણે જણાવ્યું હતું કે આરીફે આયશાને મરી જવાનું કહી પોતાને વીડિયો મોકલાવે તેવું જણાવ્યું હતું, તેથી આઈશાએ આ પ્રકારનું પગલુ ભર્યું હતું.
જામીન રદ કરવા આઈશા પક્ષથી રજૂઆત કરાઈ હતી
પોલીસ આ મામલે તાપસ કરી રહી છે અને હજી પોલીસે ચાર્જશીટ દાખલ કરી ન હતી. જેના કારણે જો આરીફને જામીન આપી દેવામાં આવે તો તે આઈશાના પક્ષને ધાકધમકી આપી શકે છે. તેમજ તે દેશ વિદેશ પણ ભાગી શકે છે. તેથી તેને જામીન ન મળવા જોઈએ
આ પણ વાંચોઃ આઈશા આત્મહત્યા કેસઃ આરીફને જામીન ના આપવા આઈશાના પરિવારજનોની કોર્ટમાં રાજૂઆત
પોલીસને પુરાવારૂપે બે ફોન મળી આવ્યા
આ મુદ્દે તાપસ કરી રહેલી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસને આરીફ પાસેથી બે ફોન મળી આવ્યા હતા. જયારે બીજી તરફ આઈશાએ આરીફને લખેલી ચિઠ્ઠી પણ પોલીસને મળી આવી હતી. જે FSL(Forensic Science Laboratory) માટે મોકલી આપવામાં આવ્યા હતા.
આઈશા આત્મહત્યા કેસ છે શું
અમદાવાદ શહેરમાં એક પરિણીત યુવતીએ સાબરમતી નદીમાં ઝંપલાવી મોત વ્હાલું કર્યું હતું. તેમણે આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તે પોતાના શબ્દોથી હસતા મોઢે દુઃખ વ્યક્ત કરતી જોવા મળે છે અને છેલ્લા શબ્દોમાં દુનિયાને અલવિદા કહીં નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી.
સમજ લિજીયે કે ખુદા કી ઝીંદગી ઇતની હોતી હે"
પરિણીતાએ જે વિડીયો બનાવ્યો હતો તેમાં જણાવ્યું છે કે, "હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હે આઇશા આરીફખાન...ઔર મેં જો ભી કુછ કરને જા રહી હું મેરી મરજી સે કરને જા રહી હું... ઇસમે કિસીકા દોર ઔર દબાવ નહિ હે અબ બસ ક્યા કહે? એ સમજ લિજીયે કે ખુદાકિ ઝીંદગી ઇતની હોતી હે... ઔર મુજે ઇતની ઝીંદગી બહોત સુકુન વાલી લગતી હે. ઔર ડિયર ડેડ કબ તક લડેગે અપનો સે કેસ વિડ્રોલ કર દો, નહિ કરના, આઇશા લડાઈઓ કે લિએ નહિ બની પ્યાર કરતે હે આરીફસે ઉસે પરેશાન થોડી કરેગે?"
'અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શક્લ ન દિખાયે'
અગર ઉસે આઝાદી ચાહિયે તો ઠીક હે વો આઝાદ રહે, ચલો અપની ઝીંદગી તો યહી તક હે. મેં ખુશ હું કી મેં અલ્લાહ સે મીલૂંગી ઉન્હેં કહુંગી કી મેરે સે ગલતી કહાં રેહ ગઈ?, મા-બાપ બહુત અચ્છે મિલે, દોસ્ત બહોત અચ્છે મિલે, પર શાયદ કહી કમી રેહ ગઈ, મુજમે યા શાયદ તકદીર મેં, મેં ખુશ હું સુકુન સે જાના ચાહતી હું, અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શક્લ ન દિખાયે.'
આ પણ વાંચોઃ 'અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શક્લ ન દિખાયે', આત્મહત્યા કરતા પહેલા યુવતીના શબ્દો
'મુજે દુઆઓ મેં યાદ કરના કયા પતા જન્નત મિલે ન મિલે'
'એક ચીઝ જરૂર શીખ રહી હું મોહબબત કરની હે તો દો તરફા કરો, એક તરફા મેં કુછ હાસિલ નહીં હે. ચલો કુછ મહોબ્બત તો નિકાહ કે બાદ ભી અધૂરી રહેતી હે, એ પ્યારી સી નદી પ્રે કરતે હે કી વો મુજે અપને આભ મેં સમા લે, ઔર મેરે પીઠ પીછે જો ભી હો પ્લીઝ જ્યાદા બખેડા મત કરના મેં હવાઓ કી તરહ હું બસ બહેના ચાહતી હું, ઔર બહેતે રેહના ચાહતી હું કિસીકે લિયે નહિ રૂકના, મેં ખુશ હું આજ કે દિન કે જો સવાલ કે જવાબ ચાહિયે થે વો મિલ ગયે. ઔર મુજે જીસકો જો બતાના થાય વો સચ્ચાઈ બતા ચૂકી હું કાફી હે, થેંક્યું. મુજે દુઆઓ મેં યાદ કરના કયા પતા જન્નત મિલે ન મિલે..ચલો અલવિદા.
આ પણ વાંચોઃ આઇશા આત્મહત્યા કેસ : જાણો શું કહે છે યુવતીનો પરિવાર...?
પતિ, સાસુ સસરાએ સહિતના લોકો સામે ફરિયાદ
બાદમાં ફરી આઇશાને લઈ જતાં ઝઘડો થયો હતો અનવ ફરી અમદાવાદ તેને પિયરમાં મૂકી જતા આઇશાએ વટવા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ સસરાએ સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટમાં પણ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. બાદમાં આ આઇશા બેંકમાં મ્યુચ્યુલ ફન્ડ વિભાગમાં નોકરી કરવા લાગી હતી.
આઇશાની માતાએ કોઈ પગલું ન ભરે તે માટે સમજાવી હતી
આઇશાની માતાએ કોઈ પગલું ન ભરે તે માટે સમજાવી હતી. બાદમાં માતા પિતા તેને શોધવા નીકળ્યાં હતા. થોડા સમય બાદ આઇશાના ફોન પરથી અજાણી વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું કે, બેગ અને ફોન ખોડિયાર નગર રિવરફ્રન્ટ વોક વે પાસે બિનવારસી મળી આવ્યો છે. રિવરફ્રન્ટ પર તપાસ કરતાં ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમે નદીમાં તપાસ કરી એક મહિલાની એટલે કે આઇશાની મૃતદેહ બહાર કાઢ્યો હતો. આઇશાના મોબાઈલ ફોનમાં જોયું તો તેણે એક વીડિયો બનાવી તેના પતિને મોકલ્યો હતો. પતિના ત્રાસથી આઇશાએ આત્મહત્યા કરતા પોલીસે આ મામલે વીડિયોના પૂરાવાના આધારે આઇશાના પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસનું નિવેદન
રિવરફ્રન્ટ યુવતી આત્મહત્યા મામલે પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, 25 તારીખે આઇશા ઘરેથી નીકળી હતી, ત્યારે તેના સાસુ અને સસરા સાથે એટલે કે સાસરીમાં અણબનાવ બનતા તેને વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ આઇશા સાસરીમાં જવા તૈયાર નહોતી. આ મામલે તેના માતાપિતાએ તેને સમજાવી હતી, પરંતુ જ્યારે આઇશાએ આત્મહત્યા કરી એ પહેલાં તેના પતિ આરીફ સાથે તેને ફોન પર વાત કરી હતી અને તેમાં તેને કહ્યું હતું કે હું આત્મહત્યા કરી લઈશ. જેથી આરીફે જણાવ્યું કે તારે મરવું હોય તો મરી જા, પરંતુ મરવાની વાત વીડિયોમાં મોકલજે. આ મામલે પોલીસના જણાવ્યા મુજબ પીડિતા પતિના ઘરે જવા માંગતી હતી, પરંતુ તેનો પતિ તેને ધરાર સ્વીકારવા તૈયાર ન હતો. જે કારણે આઇશાએ પોતાનો વીડિયો બનાવીને આત્મહત્યા કરી લીધી હતી.