ETV Bharat / city

શાળામાં ટયુશન ફી કેસમાં પક્ષકાર તરીકે જોડાવવા વાલી મંડળની હાઈકોર્ટમાં અરજી - ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

કોરોના મહામારીમાં જારી કરાયેલા લોકડાઉનને લીધે સ્કૂલ માત્ર ટ્યુશન ફી વસૂલી શકશે અને આ અંગે સરકાર અને સેલ્ફ સ્કૂલ ફેડરેશન સાથે બેસીને નિણર્ય ન લઈ શકતા રાજ્ય સરકાર દ્વારા દાખલ કરાયેલી અરજી મુદ્દે શુક્રવારે ગુજરાત વાલી મંડળ એસસોશિયેશન તરફથી સરકાર દ્વારા કરાયેલી અરજીમાં પક્ષકાર તરીકે જોડાવવા માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. વાલી મંડળ તરફથી માગ કરવામાં આવી છે કે, હાઈકોર્ટ વહેલી તકે આ મામલાનો ઉકેલ લાવે.

ગુજરાત હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટ
author img

By

Published : Sep 11, 2020, 6:27 PM IST

અમદાવાદઃ શાળામાં ટયુશન ફી મુદ્દે હાઈકોર્ટમાં સરકારની પિટિશનમાં પક્ષકાર તરીકે જોડાવવા માટે ગુજરાત વાલી મંડળ તરફથી એડવોકેટ વિશાલ દવે દ્વારા કરાયેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, શાળા-સંચાલકો રાજ્ય સરકારના ટયુશન ફીમાં 25 ટકાના ઘટાડા મુદ્દે વાત માની રહ્યાં નથી, જેથી રાજ્ય સરકાર 38 દિવસ વીતી ગયા છતાં નવો ઠરાવ બહાર પાડી શકી નથી.

શાળામાં ટયુશન ફી કેસમાં પક્ષકાર તરીકે જોડાવવા વાલી મંડળની હાઈકોર્ટમાં અરજી

રાજ્યની 38 શાળાઓ ટયુશન ફીમાં 25 ટકા ઘટાડો કરવા બાબતે રાજ્ય સરકાર સાથે સહમત પણ થઈ ગઈ છે. આ 38 શાળા પૈકી 20 શાળાઓ સુરતની છે. આ અંગે વહેલી તકે નિણર્ય લેવાની પણ અરજી રજૂઆત કરવામાં આવી છે. હાઈકોર્ટમાં શાળા સંચાલકો દ્વારા હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. જેમાં ફી ઓછી કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. ગરીબ વર્ગના વિદ્યાર્થીની ફી માફી કરવામાં આવશે. જો કે, બધાની ફી ઘટાડવામાં નહીં આવે તેવી રજૂઆત શાળા સંચાલકો દ્વારા કરવામાં આવી હતી. ચાલુ વર્ષે FRC નિયમ પ્રમાણે ફી વધારો મેળવ્યો નથી, ત્યારે ગરીબ વર્ગના વિદ્યાર્થીઓની ફી માફી કરીશું, પરંતુ તમામ વિદ્યાર્થીઓની ફી ઘટાડવામાં નહીં આવે.

રાજ્ય સરકાર તરફથી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, 17 ઓગસ્ટ અને 20મી ઓગસ્ટના રોજ રાજ્ય સરકારે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની આગેવાનીમાં ફેડરેશન ઓફ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ સાથે બેઠક યોજી ટ્યુશન ફી માં 25 ટકા સુધીનો ઘટાડો કરવાની ભલામણ કરી હતી. જો કે, શાળા સંચાલકો દ્વારા વાલીઓની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને રાહત આપવાની વાત કરવામાં આવી છે. 20મી ઓગસ્ટના રોજ યોજવામાં આવેલી બેઠકમાં પણ શાળા સંચાલકોએ ટ્યુશન ફી સિવાય અન્ય ફી ન વસુલવાની વાતનો સ્વીકાર કર્યો નથી, જેથી ગુજરાત હાઇકોર્ટ તેમને યોગ્ય નિર્દેશ આપે.

નોંધનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે ફી મુદ્દે નવો ઠરાવ રજૂ કરવા માટે શાળા સંચાલકો અને રાજ્ય સરકારને સાથે બેસીને નિર્ણય લેવાનો આદેશ કર્યો હતો. જો કે, આદેશને 15 દિવસ જેટલો સમય વિતી ગયો છતાં કોઈ નિર્ણય લેવાયો નથી અને રાજ્ય સરકારે શાળા સંચાલકો સામે હાઇકોર્ટમાં અપીલ અરજી કરી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે શાળા સંચાલકોને અગાઉ કોઈ પણ પ્રકારની ફી ન વસૂલવાનો હુકમ કર્યો હતો, જેની સામે ફેડરેશન ઓફ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલએ હાઇકોર્ટમાં અરજી કરી હતી અને શાળાને તથા તેના સ્ટાફના ખર્ચને પહોંચી વળવા માટે આર્થિક મદદની જરૂર માગ કરતી અરજી પર કોર્ટે ટ્યુશન ફી વસૂલ કરવાનો આદેશ કર્યો હતો. આ મુદ્દે રાજ્ય સરકાર સાથે બેસીને નવો ઠરાવ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. જો કે, એમ ન હતા હવે રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

ટયુશન ફી કેસની સમગ્ર અપડેટ

1 મે - ખાનગી શાળાઓમાં પ્રથમ કવોટર્સમાં ટ્યુશન ફી સિવાય કોઈ ફી ન વસૂલવાની માગ સાથે હાઇકોર્ટમાં અરજી

કોરોના મહામારીને લઈને હાઇકોર્ટમાં દાખલ કરેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, ખાનગી શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2020-21 દરમિયાન કોઈપણ પ્રકારની ફીમાં વધારો ન કરવામાં આવે તેવી માગ કરી હતી.

22 જૂલાઈ - શાળાઓ શરૂ ન થાય ત્યાં સુધી ઈતર પ્રવૃતિઓ માટે ફી વસૂલી શકાશે નહીંઃ સરકાર

કોરોના લૉકડાઉન દરમિયાન ખાનગી શાળાઓ દ્વારા વસુલવામાં આવતી ફી સામે વાલી મંડળ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવેલી જાહેરહિતની અરજી બાદ શિક્ષણ વિભાગ તરફે ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે હાલ શાળાઓ બંધ છે જ્યાં સુધી ફરીવાર શરૂ ન થાય ત્યાં સુધી ઈતર પ્રવૃતિઓ માટે ફી વસૂલી શકશે નહીં. જે વાલીઓએ ફી ભરી દીધી છે એ શાળા શરૂ થશે ત્યારે સરભર કરવાનો રાજ્ય સરકારે આદેશ કર્યો છે.

31 જૂલાઈ - ખાનગી શાળામાં ટ્યુશન ફી મુદ્દે સરકાર નવો નિણર્ય લે: હાઈકોર્ટ

શાળાઓ ફિઝિકલ સ્વરૂપમાં ફરીવાર ન ખુલે ત્યાં સુધી સંચાલકો કોઈપણ પ્રકારની ફી ન વસુલવાના શિક્ષણ વિભાગના ઠરાવનો ચોથો ક્લોસ છે. તેને ગુજરાત હાઈકોર્ટે રદ જાહેર કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે આપેલ આદેશમાં જણાવ્યું છે કે ટ્યુશન ફી મુદ્દે સરકાર દ્વારા નવો નિર્ણય લેવામાં આવે. હાઈકોર્ટનું અવલોકન છે કે ઠરાવમાં શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે સંતુલન જળવાવવું જોઈએ.

31 જૂલાઈ - શાળા ફી મુદ્દે શિક્ષણ વિભાગનો ઠરાવ હાઈકોર્ટે રદ કર્યો

શાળાઓ ફરીવાર ફિઝિકલ સ્વરૂપમાં ફરીવાર ન ખુલે ત્યાં સુધી સંચાલકો કોઈપણ પ્રકારની ફી ન વસુલી શકે તેવા શિક્ષણ વિભાગના ઠરાવને શુક્રવારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ જાહેર કરવામાં આવ્યો છે. હાઈકોર્ટનું અવલોકન છે કે ઠરાવમાં શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે સંતુલન જળવાવું જોઈએ. આગામી દિવસોમાં રાજ્ય સરકાર નવો ઠરાવ પસાર કરી શકે છે.

24 સપ્ટેમ્બર - ફી મુદ્દે શાળા સંચાલકો ન માનતા સરકારે હાઈકોર્ટમાં અરજી કરી

કોરોના મહામારીને લીધે જાહેર કરાયેલા લોકડાઉનને લીધે સ્કૂલ માત્ર ટ્યુશન ફી વસૂલી શકશે. આ અંગે સરકાર અને સેલ્ફ સ્કૂલ ફેડરેશન સાથે બેસીને નિણર્ય લેવાના આદેશ સામે ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા અપીલ અરજી દાખલ કરવામાં આવી છે. આ અપીલ રજૂઆત કરવામાં આવી છે કે, રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ સંચાલકો સાથે બે વખત બેઠક યોજવામાં આવી હોવા છતાં શાળા સંચાલકો ન માનતા હાઈકોર્ટ જરૂરી નિર્દેશ જારી કરે. આ મામલે આગામી સપ્તાહમાં સુનાવણી હાથ ધરાઈ શકે છે.

4 સપ્ટેમ્બર - ફી મુદ્દે શાળા સંચાલકો પોતાનો લેખિત મત રજૂ કરે: હાઈ કોર્ટ

કોરોના મહામારીમાં જારી કરાયેલા લોકડાઉનને લીધે સ્કૂલ માત્ર ટ્યુશન ફી વસૂલી શકશે. આ અંગે સરકાર અને સેલ્ફ સ્કૂલ ફેડરેશન સાથે બેસીને નિણર્ય ન લઈ શકતા રાજ્ય સરકાર દ્વારા દાખલ કરાયેલી અરજી પર હાઈકોર્ટે શાળા-સંચાલકોને પોતાના લેખિત મત રજૂ કરવાનો આદેશ કર્યો છે.

10 સપ્ટેમ્બર - તમામ વર્ગ માટે ફી ઓછી કરવાનો શાળા સંચાલકોનો સ્પષ્ટ ઇન્કાર

કોરોના મહામારીમાં જારી કરાયેલા લૉકડાઉનને લીધે સ્કૂલ માત્ર ટ્યુશન ફી વસૂલી શકશે. આ અંગે સરકાર અને સેલ્ફ સ્કૂલ ફેડરેશન સાથે બેસીને નિણર્ય ન લઈ શકતાં રાજ્ય સરકાર દ્વારા દાખલ કરાયેલી અરજી મુદ્દે ગુરુવારે શાળા સંચાલકો દ્વારા હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ફી ઓછી કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. ગરીબ વર્ગના વિધાર્થીની ફી માફી કરવામાં આવશે જોકે બધાંની ફી ઘટાડવામાં નહીં આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.