અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટ(Gujarat High Court) સમક્ષ એક સંવેદનશીલ અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં માતાએ પોતાની દિવ્યાંગ સગીર દીકરીનો ગર્ભપાત કરાવવા માટે હાઈકોર્ટની પરવાનગી માગતી અરજી(Application seeking permission of High Court) દાખલ કરી છે. દીકરીની માનસિક અસ્થિરતાનો લાભ ઉઠાવીને નરાધમોએ તેના પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો, જેનાથી દીકરીએ ગર્ભ ધારણ કરી લિધો હતો. આ મામલે હાઇકોર્ટે પીડિતાની તબીબી તપાસ કરવા માટે પણ નિર્દેશ(Gujarat High Court Order) આપ્યા છે.
આ પણ વાંચો: એક ગર્ભવતીને હોસ્પિટલની બહાર કાઢી મૂકી, પીડામાં બહાર જ ડિલિવરી થઈ ગઈ : અરજદાર
શું છે સમગ્ર મામલો - આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો પીડિતાની માતા મૂળ રાજસ્થાનના રહેવાસી છે. છૂટક મજૂરી અને ગુજરાન માટે તેઓ પાછલા ઘણા વર્ષોથી સાબરકાંઠા જિલ્લામાં છૂટક મજૂરી કરીને પોતાનો જીવન નિર્વાહ કરી રહ્યા છે. છૂટક મજૂરી કરતા હોવાથી પીડિતાની માતા સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ શહેરોમાં કામ માટે જતા આવતા રહેતા હોય છે. આ સમયગાળા દરમિયાન પીડિત સગીરા બે વાર ગુમ થઇ ગઇ હતી. થોડા દિવસ બાદ તે જાતે જ પરત પણ આવી ગઈ હતી. તેથી તે ક્યાં જતી રહી હતી તે પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ તે બોલી નહિ શકવાના કારણે આ વિશે કોઈ જાણકારી પ્રાપ્ત થઇ ન હતી.
માતાની પગ નીચેની જમીન ખસી ગઈ - અમુક દિવસો પછી પીડિતાના શરીરમાં અચાનક જ ફેરફાર જણાતા તેની માતાએ તેને હોસ્પિટલમાં તપાસ કરાવી હતી. જ્યાં તેમને જે કહેવામાં આવ્યું, જેનાથી માતાની પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ડોક્ટર દ્વારા પીડિતાને સાત મહિના એટલે કે 30 સપ્તાહનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. જે સાંભળીને તેની માતા અત્યંત શોકમાં જતા રહ્યા હતા. આ બાબતે સગીરાની માતાએ બનાસકાંઠામાં પોક્સો એક્ટ(POCSO Act ) હેઠળ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી. જેમાં પોતાની બાળકી માનસિક અસ્થિર હોવા ઉપરાંત દિવ્યાંગ હોવાથી તેની આ સ્થિતિનો ગેરલાભ લઇને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જેને લઇને તે ગર્ભવતી બની હતી.
પીડિત સગીરાને સખી વન સ્ટોપ સેન્ટર રખાઈ - જો કે આ ઘટનાની એટલી ઊંડી અસર થઈ હતી કે, સમગ્ર ઘટના બાદ દીકરીને સખી વન સ્ટોપ સેન્ટરમાં(Sakhi One Stop Center) પણ રાખવામાં આવી હતી. આ સમગ્ર મામલે ગર્ભપાત માટે થઈને હાઈકોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી છે. જોકે આ કેસ મામલે અરજદારના વકીલની કોર્ટ સમક્ષ રજૂઆત હતી કે, પીડિતા સગીર વયની છે. તેની સાથે તેની માનસિક સ્થિતિનો લાભ લઈને તેના પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ગર્ભ ધારણ કર્યો હોવાથી, તેના પર યોગ્ય પગલાં લેવા માટે નિર્દેશ આપવામાં આવે એવી હાઈકોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: દુબઇમાં રહેતા પતિએ ભરણપોષણના પૈસા ન ચૂકવતા હાઇકોર્ટે નોન બેલેબલ વોરન્ટ કર્યો ઇસ્યું
આ સાથે વકીલે પણ રજૂઆત કરી હતી કે - પીડિતાની માતા છૂટક મજૂરી કરીને કમાય છે, જ્યારે સગીર વયની યુવતી તો ખુદ માનસિક રીતે અસ્થિર છે. પોતાની જ સંભાળ રાખવા માટે સક્ષમ નથી. ત્યાં તેની બાળકની સારસંભાળ કેવી રીતે રાખી શકશે. આની સાથે પીડિત સગીરાએ પણ આ ગર્ભનો નિકાલ કરાવવા માટે તૈયાર છે તો હાઇકોર્ટ આગળ ગર્ભનો નિકાલ કરવાની મંજૂરી માટે હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.