ETV Bharat / city

Application against JMFC court magistrate : વસોની JMFC કોર્ટના મેજીસ્ટ્રેટ સામે હાઇકોર્ટમાં થયેલી અરજી પરત ખેંચાઈ - ગુજરાત હાઈકોર્ટ

હાઈકોર્ટના આદેશના અનાદરના મુદ્દે ખેડા જિલ્લાના વસો કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (જેએમએફસી) સામે કન્ટેમ્પ્ટ અરજી થઇ હતી. આ અરજી (Application against JMFC court magistrate) અરજદારે પરત ખેંચી છે.જેથી વસો કોર્ટના જેએમએફસી સામેની કન્ટેમ્પ્ટ અરજી (Petition withdrawn in the Gujarat High Court)પડતી મૂકવામાં આવી છે.

Application against JMFC court magistrate :  વસોની JMFC કોર્ટના મેજીસ્ટ્રેટ સામે હાઇકોર્ટમાં થયેલી અરજી પરત ખેંચાઈ

author img

By

Published : Apr 6, 2022, 9:28 PM IST

અમદાવાદ -હાઈકોર્ટના આદેશના અનાદરના (Application against JMFC court magistrate) મુદ્દે ખેડા જિલ્લાના વસો કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (જેએમએફસી) સામે થયેલી કન્ટેમ્પ્ટ અરજીને (An application to the High Court against JMFC court magistrate)અરજદારે પરત ખેંચી છે.જેને પગલે હાઈકોર્ટના(Gujarat High Court) ચીફ જસ્ટિસની ખડપીઠે વસો કોર્ટના જેએમએફસી સામેની કન્ટેમ્પ્ટ અરજી (Petition withdrawn in the Gujarat High Court)પડતી મૂકી છે.

કેસની વિગત -આ કેસની વિગત જોઈએ તો અરજદાર અને તેના બંને ભાઈઓ સામે વર્ષ 2015માં વસો પોલીસ સ્ટેશનમાં ઘરેલુ હિંસા અને આપઘાત માટે પ્રોત્સાહિત કરવાનો કેસ નોંધાયેલો. છે. જેમાં નીચલી અદાલતમાં કેસની કાર્યવાહી કરવા સામે હાઈકોર્ટે સ્ટે આપેલો, છતા 6 જુલાઈ-2019ના રોજ વસો કોર્ટે તેમની સામે બિન જામીનપાત્ર વોરંટ ઈસ્યુ કરેલુ અને પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ હાઈકોર્ટે ચીફ સેક્રેટરી અને GPSCના ચેરમેન સામે કન્ટેમ્પટ ઓફ કોર્ટની કરી નોટિસ ઇશ્યુ

અરજદારના વકીલની રજૂઆત - હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે તેમની સામેના કેસની ક્રિમિનલ પ્રોસિડીંગ પર હાઈકોર્ટે મનાઈ હુકમ આપેલો હતો. છતાં ખેડા જિલ્લાના વસો કોર્ટના જેએમએફસીએ બિન જામીનપાત્ર વોરંટ ઈસ્યુ કરેલું છે. જેના લીધે પોલીસે તેની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ રોડ-રસ્તાની બિસ્માર સ્થિતિ મુદે કન્ટેમ્પટ અરજીમાં હાઈકોર્ટે મ્યુનિસિપલ કમિશ્નરને નોટીસ પાઠવી

જજના વકીલની રજૂઆત - જ્યારે જજના વકીલે રજૂઆત કરી હતી કે આ કેસમાં તેઓ બિનશરતી માફી માગે છે. તેમણે હાઈકોર્ટના આદેશની કોઈ અવગણના કરેલી નથી. જો કે, હાઈકોર્ટે વસો કોર્ટના જેએમએફસીના વકીલને ટકોર કરી હતી કે આ જ્યુડિશિયલ ઓફિસર દ્વારા ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ હવે થાય નહીં.

ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટના સ્ટે છતાં વસો કોર્ટે અરજદાર સામે બિનજામીન પાત્ર વોરંટ ઈસ્યુ કરેલુ. વસો કોર્ટના આ હુકમ બાદ તેમની સામે હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ અરજી કરાયેલી. વસો કોર્ટના આ વલણ સામે ભૂતકાળમાં પણ હાઈકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.