ETV Bharat / city

Right to privacyનો મુદ્દો ઉઠાવવો હોય તો અરજદારોએ Supreme Court માં અરજી કરવી પડે: એડવોકેટ જનરલ - Mahatma Gandhiji

કેટલાક સમય પહેલાં ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat Highcourt) જાહેર હિતની અરજી (PIL) થઈ હતી આ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો સરકારનો દારૂબંધીનો કાયદો (Prohibition Act ) છે તે વ્યક્તિની ગુપ્તતાના અધિકારનો ભંગ કરે છે. કોઈ વ્યક્તિ તેના ઘરમાં બેસી શેનું સેવન કરશે તે તેની ગુપ્તતાનો અધિકાર છે. આ સામે જવાબ રજૂ કરવા નામદાર હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો હતો. જેના જવાબમાં આજે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી (Advocate General Kamal Trivedi) એ દારૂબંધીને પડકારતી અરજી સામે વાંધા ઉઠાવ્યાં હતાં.

રાઈટ ટુ પ્રાઇવસીનો મુદ્દો ઉઠાવવો હોય તો અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડે: એડવોકેટ જનરલ

author img

By

Published : Jun 21, 2021, 7:06 PM IST

  • રાજ્યના એડવોકેટ જનરલે Prohibition Act પડકારતી અરજી સામે ઉઠાવ્યાં પ્રાથમિક વાંધાઓ
  • આ અરજીઓ હાઇકોર્ટ (Gujarat Highcourt) સમક્ષ ટકી શકે નહીં તેવી એડવોકેટ જનરલની રજૂઆત
  • ગુપ્તાના અધિકારનો મુદ્દો ઉઠાવવો હોય તો અરજદારોએ Supreme Court માં અરજી કરવી પડે - એડવોકેટ જનરલ

    અમદાવાદઃ નામદાર હાઇકોર્ટની (Gujarat Highcourt) નોટિસનો જવાબ આપતા રાજ્યના એડવોકેટ જનરલે (Advocate General Kamal Trivedi) પ્રાથમિક વાંધો ઉઠાવ્યો હતો. એડવોકેટ જનરલે રજૂઆત કરી હતી કે આ અરજી હાઇકોર્ટ સમક્ષ ટકી શકે નહીં. કારણ કે આ કાયદાને અગાઉ સુપ્રીમ કોર્ટે બહાલી આપી હતી. તેથી જો અરજદારોએ ગુપ્તતાનો અધિકારનો (Supreme Court) મુદ્દો ઉઠાવવો હોય તો તેમણે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) અરજી કરવી પડે. આ સાથે રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ કેટલીક માહિતી પણ રજૂ કરી છે. જેમાં કેટલાં લોકોને હેલ્થ પરમિટ અપાઈ છે તે અંગેની પણ માહિતી આપવામાં આવી હતી. જોકે આગામી સુનાવણી આવતીકાલે હાથ ધરવામાં આવશે

    આ પણ વાંચોઃ સાબરમતી રિવરફ્રન્ટ પર NO PARKING ZONE ન હોવાથી પોલીસ વાહન જપ્ત કરી શકે નહી: હાઈકોર્ટ

દર વર્ષે માત્ર 66 હજાર લોકો જોડે જ પરમિટ ઉપલબ્ધ હોય છે

એડવોકેટ જનરલે રાજ્યમાં હેલ્થ પરમિટને ( Health permit) લઇ આપેલી માહિતી રજૂ કરતા જણાવ્યું હતું કે રાજ્યની 6.75 કરોડની રાજ્યમાંની વસતીમાં માત્ર 21,000 લોકોને જ હેલ્થ પરમિટ આપવામાં આવી છે. વધુમાં વિઝિટર અને ટુરિસ્ટ પરમીટ જેવી ટેમ્પરરી પરમિટ થઈને પણ રાજ્યમાં દર વર્ષે માત્ર 66,000 લોકો જોડે જ પરમિટ ઉપલબ્ધ હોય છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 71 વર્ષથી દારૂબંધીનો કાયદો (Prohibition Act ) અમલમાં હોવાની પણ રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ (Advocate General Kamal Trivedi) કોર્ટમાં રજૂઆત કરી હતી. આ ઉપરાંત દારુબંધીને લઈને એડવોકેટ જનરલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે મહાત્મા ગાંધીજીના (Mahatma Gandhiji) અહિંસા અને નશા મુક્તિના સૂત્રોને સાર્થક કરવાનો જ સરકારનો આ એક પ્રયાસ છે. ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી યોગ્ય છે. દારૂબંધીના કાયદાનો ભંગ કરીને વ્યક્તિ પોતાના ઘરે બેસીને દારૂ પીવે (Prohibition Act ) તે પણ ચલાવી લેવાય નહીં.

આ પણ વાંચોઃ રાજ્યના ‘શરાબી’ઓ નારાજ, પોલીસે 15 દિવસમાં 2.95 કરોડનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.