અમદાવાદ : રાજ્યમાં હજુ પણ કેટલાક વિસ્તારોમાં દિકરી-દીકરાને લઈને ભેદભાવ જોવા મળે છે. આપણી સંસ્કૃતિમાં દીકરી વ્હાલનો દરિયો માનવામાં આવે છે. તો બીજી તરફ દીકરી દીકરા વચ્ચે ગેરમાન્યતા તેમજ ગર્ભ પરિક્ષણ મામલો અનેક વખત સામે આવે છે. તેને લઈને ગુજરાત હાઇકોર્ટમાં ગર્ભ પરીક્ષણના કાયદાનો યોગ્ય રીતે અમલ ન થવાના મુદ્દાને લઈને જાહેર હિતની (Fetal Testing Law) અરજી કરવામાં આવી છે. રાજ્યમાં છોકરીનો જન્મ દર પણ IVF સેન્ટરના લીધે લીધે ઘટી રહ્યો છે, તેવા આક્ષેપ સાથેની કોર્ટમાં જાહેર હિતની એક અરજી અરજદાર દ્વારા દાખલ કરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો - મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્યમાં જે IVF સેન્ટર ચાલી રહ્યા છે તેને લઈને અરજદાર નારાજગી દર્શાવતી અરજી કરી છે. જેમાં અરજદારે માંગ કરી છે કે, રાજ્યમાં અને બીજી બધા શહેરોમાં જે IVF સેન્ટર છે તેના પર રોક લગાવવામાં આવે. કારણ કે, આ IVF સેન્ટર એ છોકરાઓના જન્મને પ્રોત્સાહન આપવાનું કામ કરી રહી છે. સમાજ માટે ખતરારૂપ બની શકે છે. કારણ કે, આના લીધે દીકરીઓનો જન્મ દર ઘટી રહ્યો છે અને તે ચિંતાનો વિષય છે.
દિકરી-દીકરાનો આંકડો ચિંતાજનક - આ સમગ્ર મામલે અરજદારના વકીલે ગુજરાત હાઈકોર્ટમાં (HC application Fetal Test) રજૂઆત કરી હતી કે, આ જાહેરહીતની અરજી કરવાનું કારણ એ જ છે કે દીકરીઓનો જન્મ દર ખૂબ જ નીચો છે. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2001માં 1000 છોકરાએ રાજ્યમાં છોકરીઓનો જન્મ દર 859 હતો. આ વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ 1000 છોકરાએ રાજ્યમાં છોકરીનો દર 835 થયો હતો. એ આંકડા સાથેની વિગતો તેમણે કોર્ટમાં રજૂ કરી હતી.
આ પણ વાંચો : સુરેન્દ્રનગરમાં ગર્ભ પરિક્ષણનો કિસ્સો પ્રકાશમાં આવ્યો, પોલીસે ડૉકટરની કરી ધરપકડ
ગર્ભ પરીક્ષણ મામલે ડોકટરોને માંગી કિંમત મળે છે - વધુમાં જણાવ્યું હતું કે, જો આવી પરિસ્થિતિ રહી તો વર્ષ 2022માં આનાથી ઓછી દીકરીઓની સંખ્યા જોવા મળશે. સાથે સાથે આજે IVF સેન્ટર કરી રહ્યા છે તે માત્ર દીકરાઓના જન્મને પ્રાધાન્ય આપે છે. કારણ કે, IVF સેન્ટરમાં (IVF Center in Gujarat) છોકરાના જન્મ માટેની જ વાત થતી જોવા મળી રહી છે. તે લોકો એમને જ પ્રોત્સાહન આપે છે અને આ પ્રકારના સેન્ટર ઉપર કોઇ અંકુશ પણ લાદવામાં આવતો નથી. જે દેશમાં અને લિંગ પરીક્ષણ ઉપર રોક હોવા છતાં અનેક કાયદા હોવા છતાં પણ અનેક હોસ્પિટલોમાં તે હજુ પણ જોવા મળે છે. આ અંગેના સમાચાર પણ વારંવાર જોવા મળી રહી છે. આ માટે થઈને ઘણા બધા ડોક્ટર્સને પણ માગી કિંમત લેતા હોય છે.
"અરજદારનું હેતુ ખૂબ સારો છે" - અરજદાર દ્વારા એ પણ વાત રજૂ કરવામાં આવી હતી કે, પાંચ વર્ષ પહેલાં ગર્ભ પરીક્ષણના સંદર્ભે 38 જેટલા કેસ (Fetal Test Case) થયા હતા. તેમજ પુરાવાના અભાવેએ તમામને નિર્દોષ પણ છોડી દેવામાં આવ્યા છે. જેથી આ લોકો સામે તાત્કાલિક પગલા લેવામાં આવે એ પણ અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે સુનાવણી સાંભળ્યા બાદ ગુજરાત હાઇકોર્ટે આ અરજીને અરજદારને પરત ખેંચવા માટે કહ્યું હતું કે, અરજદારનું હેતુ ખૂબ સારો છે. પરંતુ, વધુ વિગતો સાથે આ નવેસરથી અરજીની ફાઈલ કરવામાં આવે. તેમણે એમ પણ કહ્યું હતું કે અરજદાર નવા અને યોગ્ય માહિતી સાથે પોતાની અરજી ફરીથી દાખલ કરે. કારણ કે, હજુ 2011ના પણ આંકડા તેમના દ્વારા રજૂ કરવામાં આવ્યા નથી.
આ પણ વાંચો : Prenatal Testing In Surat: કૂખમાં પુત્રીઓની હત્યાનો ઘટસ્ફોટ, બે મહિલા ડોક્ટરની ધરપકડ
અરજદાર ફરી નવી અરજી કરી શકે છે - કોર્ટે એ પણ કહ્યું કે, લિંગ પરીક્ષણના કિસ્સા (Gender Testing Case) અને છોકરીના ઘટના જન્મદરના તાજેતરના આંકડાઓ હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવે, ત્યારબાદ જ કોઈપણ નિર્ણય અરજી પર લેવામાં આવશે. જોકે, તેમ છતાં પણ અરજદાર દ્વારા કોઇ કાર્યવાહી ન કરાતા ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવીને અને કહ્યું છે કે તમામ વિગતો અને સાચી માહિતી તેમજ પુરાવા સાથે અરજદાર ફરીથી નવી અરજી રજૂ કરી શકે છે.