- અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતીને લઈને હાઈકોર્ટમાં પહોચ્યો મુદ્દો
- ભરતીના મામલે સારંગ મોદી પહોંચ્યા હાઈકોર્ટમાં
- ખાલી પડેલી જગ્યાઓ પર નથી કરવામાં આવતી ભરતી
અમદાવાદ : શહેરની મહાનગરપાલિકામાં ખાલી પડેલી બે જગ્યાઓને વેઇટિંગ લિસ્ટ મુજબ ભરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. પાછલા વર્ષોમાં મનપાએ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી હતી. જેમાંથી બે જગ્યાઓ ભરવામાં આવી ન હતી.
આ પણ વાંચો : અમદાવાદમાં મેટ્રોની કામગીરી ચાલુ હોવાના કારણે શ્યામાપ્રસાદ મુખરજી બ્રિજ બંધ કરાયો
ખાલી જગ્યા માટે વિવાદ
અમદાવાદ મનપાએ આ માટે બહાર પાડેલી જગ્યાઓ પૈકીની અડધી જગ્યાઓ મનપામાં ફરજ બજાવતા સ્ટાફમાંથી જયારે બાકીની જગ્યાઓ નવી ભરતીથી કરવાની હતી. આ ભરતીમાં મનપાના જ અધિકારી સારંગ મોદીએ પણ ભરતીમાં ભાગ લઇ પ્રિલિમ્સ અને મેઇન્સ પરીક્ષા ઉતીર્ણ કરી હતી અને ઇન્ટરવ્યૂમાં હાજરી આપી હતી. મહત્વનું છે કે મનપામાંથી પરીક્ષા આપનારા અધિકારીઓમાં સારંગભાઈનો સ્કોર ઘણા અધિકારીઓથી વધુ હતો પણ ETV Bharatએ તેમની સાથે વાતચીત કરતા જાણ્યું કે ઇન્ટરવ્યૂ સમયે માત્ર હાજરી જ લેવાઈ હતી પણ તેમનું ઇન્ટરવ્યૂ થયું ન હતું. આ સ્થિતીને લઇ તેમણે હાઇકોર્ટમાં અરજી કરી છે કે હજી પણ મનપામાં વેઇટિંગ લિસ્ટમાં જે બે જગ્યાઓ ખાલી છે તેને ભરવામાં આવે.
આ પણ વાંચો : અમદાવાદમાં મેટ્રોની કામગીરી ચાલુ હોવાના કારણે શ્યામાપ્રસાદ મુખરજી બ્રિજ બંધ કરાયો
વેઇટિંગ લિસ્ટમાં સારંગ મોદીનું નામ પ્રથમ
જો વેઇટિંગ લિસ્ટમાં ખાલી પડેલી બે જગ્યાઓ ભરવામાં આવે તો સારંગ મોદીનું નામ પ્રથમ આવે છે. વધુમાં તેમણે મનપામાં પણ આ મુદ્દે વારંવાર અધિકારીઓને રજૂઆત કરી હતી પણ યોગ્ય ન્યાય ન મળતા તેમણે ગુજરાત હાઇકોર્ટના શરણે થવું પડ્યું છે.