ETV Bharat / city

Amit Jethva Murder Case Update : દોષિત શિવા સોલંકીના જામીન માટે હાઇકોર્ટે શું નિર્ણય કર્યો? - Gujarat High Court granted bail to Shiva Solanki

અમિત જેઠવા હત્યા કેસને લઈને એક મહત્વના સમાચાર (Amit Jethva Murder Case Update) સામે આવ્યા છે. અમિત જેઠવાના હત્યાના દોષિત શિવા સોલંકીના 7 દિવસના વચગાળાના જામીન (Gujarat High Court granted bail to Shiva Solanki ) મંજૂર કરવામાં આવ્યાં છે.

(Amit Jethva Murder Case Update : દોષિત શિવા સોલંકીના જામીન માટે હાઇકોર્ટે શું નિર્ણય કર્યો?

author img

By

Published : May 31, 2022, 5:36 PM IST

અમદાવાદ- ખૂબ જ ચકચારી એવા અમિત જેઠવા હત્યા કેસને લઈને મહત્વના સમાચાર (Amit Jethva Murder Case Update) સામે આવ્યા છે. અમિત જેઠવાના હત્યાના દોષિત એવા શિવા સોલંકીને હાઈકોર્ટે સાત દિવસના વચગાળાના જામીન મંજૂર Gujarat High Court granted bail to Shiva Solanki )કર્યા છે. પાંચ હજારના પર્સનલ બોન્ડ સાથે હાઇકોર્ટની ખંડપીઠે શિવા સોલંકીના જામીન મંજૂર કર્યા છે.પર્યાવરણવાદી સામાજિક કાર્યકર અમિત જેઠવા હત્યા કેસમાં સજા કાપી રહેલા શિવા સોલંકીના (Shiva Solanki convicted of killing Amit Jethwa ) સાત દિવસના વચગાળાના જામીન સાથે અને રૂપિયા 5000ના પર્સનલ બોન્ડ સાથેના હાઈકોર્ટે શિવા સોલંકીના જામીન મંજૂર કર્યા છે.

કઇ રીતે મેળવ્યાં જામીન -શિવા સોલંકીના જામીન મંજુર કરવા માટે થઈને અરજદારના વકીલે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, શિવા સોલંકીના પત્ની હદય રોગની બીમારીથી પીડાઈ રહ્યા છે અને તેમની સ્થિતિ અત્યારે ખૂબ જ નાજુક છે. તેની સારવાર નજીકના સમયમાં કરવાની છે. તેથી અરજદારના 30 દિવસના વચગાળાના જામીન મંજૂર કરવામાં આવે. બીમારીને લઇને મેડિકલ પેપર પણ કોર્ટ સમક્ષ રજૂ કરાયા છે.

આ પણ વાંચોઃ ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘાએ હાઇકોર્ટમાં વચગાળાની જામીન અરજી કરી

સીબીઆઈ દ્વારા વિરોધ - જોકે શિવા સોલંકીના જામીન મંજૂર થવા તરફ cbi અરજીનો વિરોધ પણ કર્યો હતો અને સીબીઆઇ કોર્ટમાં રજૂઆત કરી હતી કે અરજદારની પત્નીને બીમારી સંદર્ભે દાખલ કર્યા હોય તેવી વિગતો અમને આપવામાં આવી નથી. તેથી આ વચગાળાની જામીન અરજીનો સીબીઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ અમિત જેઠવા હત્યાકાંડ : સાક્ષીઓને ફોડનાર આરોપીએ હાઈકોર્ટમાં જામીન અરજી કરી

પોલીસ જાપ્તાનો ખર્ચ ઉઠાવવો પડશે - જોકે જામીન મંજૂર કરવાની સાથે હાઇકોર્ટની ખંડપીઠે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે શિવા સોલંકી સાથે જનારા પોલીસ જાપ્તાનો ખર્ચ તેણે પોતે જ ઉઠાવવો પડશે. આ ઉપરાંત જામીનનો સમય પૂર્ણ થયા બાદ સમયસર હાજર થઈ રહેવાનું રહેશે એમ પણ હાઇકોર્ટે જણાવ્યું હતું.

શું હતો અમિત જેઠવા મર્ડર કેસ - સામાજિક કાર્યકર, પર્યાવરણવાદી અને આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની 20 જુલાઇ 2010ના રોજ મોટરબાઈક પર સવાર બે હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર કેસની સીબીઆઇ દ્વારા તપાસ હાથ ધરતા 11 જુલાઈ 2019ના રોજ, દિનુ સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકીને હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતાં. દિનુ બોઘા સોલંકી, શિવા સોલંકી અને બહાદુરસિંહને ખાસ અદાલતે સજા ફટકારી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.