અમદાવાદ : અમદાવાદ શહેરમાં વાહનો વાપરતા અન્ય શહેરના લોકો માટે મ્યુનિસિપલ (AMC Vehicle Notice) કોર્પોરેશને ચિંતા ઉપજાવે એવી કામગીરી શરૂ કરી છે. અમદાવાદ કોર્પોરેશન રેવન્યુ કમિટીમાં વાહન માલિકોને બાકી નીકળતી ટેક્સની રકમ મુદ્દે રિપોર્ટ માંગવામાં આવ્યા હતા. તેને લઈને લોકોને નોટિસ પણ ફટકારવામાં આવી છે. સાથે RTOનું ઓનલાઇન સર્વર પણ AMC આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો : AMC Accident Prevention : BRTS અકસ્માત ઘટાડવા AMC કરશે આ કામ
50417 જેટલા વાહનો ટેક્સ વિના - તેને લઈને મળેલી રેવન્યુ કમિટીમાં રિપોર્ટ અનુસાર 2019-20માં અંદાજિત 50417 જેટલા ટુ વિહિકલ વાહન ખરીદી દરમિયાન જ ટુ વ્હીલર ટેક્સ (AMC to Wheeler Tax) જે AMC ભરવામો હોય તે તે બાકી નીકળતા તમામ વાહન અલિકોને નોટિસ (Revenue Committee Department) પાઠવવામાં આવી છે. સાથે સાથે કોર્પોરેશન દ્વારા અપીલ પણ કરવામાં આવી છે. કે જે પણ વાહન ચાલકો છે તેને બાકી નીકળતા ટેક્સ ભરી દેવા અપીલ કરી છે. જો મુદત પહેલા ટેક્સ ભરવામાં નહીં આવે તો તેમનો ટેક્સ વ્યાજ સાથે વસુલવામાં આવશે.
આ પણ વાંચો : AMC Road Scam : અધિકારીઓને સામાન્ય સજા આપતા કમિશનર ઓફિસે કોંગ્રેસનો અનોખો વિરોધ
RTOનું સર્વર AMCને મળ્યું - છેલ્લા કેટલાક સમયથી કોર્પોરેશનની (RTO Server to AMC) માંગણી હતી કે, અમદાવાદ RTO ઓનલાઇન સર્વર છે. તે AMCને આપવામાં આવે તે આતુરતાનો અંત આખરે આવ્યો છે. જે કારણે હવે કોર્પોરેશન દ્વારા કોઈપણ વાહન ચાલક ટેક્સ વિના ફરી શકે અને કોઈપણ વાહનનો સાચો ડેટા પણ હવે કોર્પોરેશન મેળવી શકશે.