ETV Bharat / city

અમદાવાદ: અર્બન હેલ્થ સેન્ટર પર પ્રિકોશન ડોઝ માટે મેગા વેક્સીનેશન કેમ્પનું આયોજન કરાયું - અર્બન હેલ્થ સેન્ટર

રાજ્યના મહાનગર અમદાવાદ કોર્પોરેશન તરફથી મેગા વેક્સીન કેમ્પનું (Vaccination Camp Ahmedabad) આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં આરોગ્ય કર્મચારીઓ જે તે આરોગ્ય અર્બન હેલ્થ સેન્ટરના (Urban Health Center for Vaccine) વિસ્તારમાં જઈ લોકોને વેકસીન આપી રહ્યા હતા. જોકે, વેક્સીનેશન અભિયાન હવે અંતિમ તબક્કામાં છે. રાજ્યની મોટાભાગની વસ્તીને વેક્સીન આપી દેવામાં આવી છે.

અમદાવાદ: અર્બન હેલ્થ સેન્ટર પર પ્રિકોશન ડોઝ માટે મેગા વેક્સીનેશન કેમ્પનું આયોજન કરાયું

author img

By

Published : May 22, 2022, 10:30 PM IST

અમદાવાદ: કોરોનાકાળ દરમિયાન વેકસીનેશન ઝડપી બનાવમાં આવ્યું હતું. હાલના સમયમાં જે લોકોને વેકસીન (Ahmedabad Vaccination Drive) લેવાની બાકી છે. તે લોકો પોતાની વેકસીન પૂર્ણ કરે તે માટે મેગા વેકસીન કેમ્પનું (Vaccination Camp Ahmedabad) આયોજન અમદાવાદ કોર્પોરેશન તરફથી કરવામાં આવ્યું હતું. રવિવારે સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી જે તે અર્બન હેલ્થ સેન્ટર (Urban Health Center) ખાતે જઈને વેક્સીન આપવામાં આવી હતી.

આ પણ વાંચો: વૃક્ષો જીવનમાં શા માટે ઉપયોગી છે, જોઇ લો તેનું કારણ...

પ્રિકોશન ડોઝ અપાયો: અમદાવાદ કોર્પોરેશન તરફથી શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરો પર પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો. જેમાં તમામ ફ્રન્ટલાઈન,હેલ્થ વર્ક્સ તેમજ 60 વર્ષ ઉપરના લોકોને પ્રિકોશન ડોઝ તેમજ 13 થી 18 વર્ષના બાળકોને વેકસીનનો પ્રથમ તેમજ બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. અમદાવાદ કોર્પોરેશન દ્વારા લોકોએ વેકસીન લીધી છે કે નહીં તેની માહિતી લેવા માટે આરોગ્ય કર્મચારી "હર ઘર દસ્તક" મુજબ ટેલિફોનિક કરી વેકસીન અંગે માહિતી મેળવી હતી. આ સાથે સાથે મેગા વેકસીન કેમ્પનો વધુને વધુ લોકો લાભ લે એ માટે કોર્પોરેશને સારો એવો પ્રચાર પ્રસાર કર્યો હતો.

આ પણ વાંચો: વ્યારા માંડવી રોડ પર આવેલ ફાટક પાસે ઓવરબ્રિજનું કામ 7 વર્ષથી બંધ, ધારાસભ્ય દ્વારા આંદોલન કરવાની ચીમકી

અલગ અલગ ટીમ બનાવી હતી: મેગા કેમ્પને સફળ બનાવવા માટે કોર્પોરેશન દ્વારા દરેક હેલ્થ સેન્ટરો પર અલગ અલગ 6 ટીમ બનાવવામાં આવી હતી.જેમાં જે તે વોર્ડમાં આવતા કોર્પોરેશન કચેરીના કર્મચારીનું વેકસીનેશન, AMTS, BRTS બસ સ્ટોપ તથા એસ.ટી અને રેલવે સ્ટેશન પર આરોગ્યની ટીમ મોકલવામાં આવી હતી.આ ઉપરાંત પ્રાઇવેટ હોસ્પિટલ અને આરોગ્ય કર્મચારીનું વેકસીનેશન કરવું,જે તે વોર્ડના વિસ્તારમાં ધાર્મિક સ્થળોએ આવતા લોકોનું વેકસીનેશન, આ ઉપરાંત ગરીબ ઝૂંપડપટ્ટી કે અલગ અલગ જાહેર જગ્યા પર વેકસીન પર મેગા વેકસીનેશન કેમ્પનું આયોજન માટે ટીમ બનાવવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.