ETV Bharat / city

Mosquito Disease in Ahmedabad : ચોમાસામાં મચ્છરજન્ય રોગોનો નાશ કરવા કોર્પોરેશનનો નવતર પ્રયોગ

અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન મચ્છર જન્ય (Mosquito Disease in Ahmedabad) રોગને અટકાવવા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરમાં ચોમાસા દરમિયાન કેટલાક વિસ્તારોમાં મચ્છરનો નાશ કરવા અમદાવાદ કોર્પોરેશન (AMC Pre Monsoon Operations) દ્વારા આ વર્ષે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

Mosquito Disease in Ahmedabad : ચોમાસામાં મચ્છરજન્ય રોગોનો નાશ કરવા કોર્પોરેશનનો નવતર પ્રયોગ
Mosquito Disease in Ahmedabad : ચોમાસામાં મચ્છરજન્ય રોગોનો નાશ કરવા કોર્પોરેશનનો નવતર પ્રયોગ
author img

By

Published : Jun 17, 2022, 3:44 PM IST

અમદાવાદ : ચોમાસાના માથે ભણકારા વાગી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરના કેટલાક નાના (Mosquito Disease in Ahmedabad) મોટા તળાવો તેમજ અન્ય વિસ્તારમાં પાણી ભરાયેલું રહે છે. જેને કારણે મચ્છર જન્ય રોગનું પ્રમાણ વધારે જોવા મળી આવતું હોય છે. જેને લઇ કોર્પોરેશન દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. અમદાવાદ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ (AMC Pre Monsoon Operations) દ્વારા ગંબુશિયા નામની માછલી નાખવામાં આવી રહી છે. આ માછલી મચ્છરના પોરા ખાઈ જવાની ક્ષમતા ધરાવતી હોય છે. જેથી મચ્છર ઉતપન્ન થાય તેને પહેલા જ નાશ કરી શકાય તે માટે આ પ્રયોગ કરવામાં આવ્યો છે.

ચોમાસામાં મચ્છરજન્ય રોગોનો નાશ કરવા કોર્પોરેશનનો નવતર પ્રયોગ

આ પણ વાંચોઃ AMC Pre Monsoon Operation : શહેરના કેટલાક વિસ્તારો CCTVથી સજ્જ...!

એક માછલીને પોરા ખાવાની ક્ષમતા - અમદાવાદ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, આ માછલી રોજના 200થી વધુ મચ્છરના પોરા ખાવાની ક્ષમતા ધરાવે છે. સાથે સાથે આ ગમ્બુશિયા માછલી (Gambusia Fish) થોડાક જ દિવસમાં ડબલ થઈ જાય છે. જેના કારણે હાલમાં 100 જેટલી નાખવામાં આવી છે. જે આગામી દિવસમાં 1000 જેટલી સંખ્યા જોવા મળશે. જેથી ચોમાસા પહેલા મચ્છરનો (Disease Rate in Monsoon in Ahmedabad) ઉપદ્રવ અટકાવી શકાશે.

આ પણ વાંચોઃ ચોમાસામાં લોકોને મુશ્કેલીના નિવારણ માટે AMC દ્વારા 7 ઝોનમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા

સાતેય ઝોનના તળાવમાં માછલીઓ મુકવામાં આવી - અમદાવાદ શહેરના સાતેય ઝોનના તળાવમાં ગમ્બુશિયા માછલી નાખવામાં આવી છે. જેમાં મધ્ય ઝોનના 1 તળાવ, ઉત્તર ઝોનના 3 તળાવ, દક્ષિણ ઝોનના 14 તળાવ, પૂર્વ ઝોનના 8 તળાવ, પશ્ચિમ ઝોનના 2 તળાવ, ઉત્તર પશ્ચિમ ઝોનના 5 તળાવ, દક્ષિણ પશ્ચિમ ઝોનના 7 તળાવ એમ કુલ મળીને 40 તળાવમાં આ માછલી નાખવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.