- નવા 31 વિસ્તારોને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન તરીકે કરાયા જાહેર
- અત્યાર સુધીમાં કુલ 424 વિસ્તારોનો માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં સમાવેશ
- સૌથી વધુ 8 વિસ્તારો દક્ષિણ ઝોનના સામેલ કરાયા
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી અમદાવાદ મહાનગરપાલિકાએ નવા 31 વિસ્તારોને માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર તરીકે જાહેર કર્યા છે. નવા જાહેર કરાયેલા વિસ્તારોમાં સૌથી વધુ 8 વિસ્તારો દક્ષિણ ઝોનના સામેલ કરાયા છે, જ્યારે પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન અને પૂર્વ ઝોનમાં સાત-સાત વિસ્તારોને માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારોમાં સામેલ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત દક્ષિણ પશ્ચિમ ઝોન અને ઉત્તર ઝોનમાં એક- એક વિસ્તારોને માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ અમદાવાદની સૌથી મોટી કોવિડ હોસ્પિટલમાં બેડનો અભાવ, એમ્બયુલન્સમાં દર્દીઓને અપાઈ રહ્યો છે ઑક્સિજન
મનપાએ અગાઉ 393 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ તરીકે જાહેર કર્યા હતા
મનપાએ અગાઉ 393 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ તરીકે જાહેર કર્યા હતા. જેમાં આજે મંગળવારે નવા 31 વિસ્તારોને સામેલ કરતાં હવે શહેરમાં કુલ 424 વિસ્તારોનો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો છે. નવા કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાં ગોતા, બોડકદેવ, ચાંદખેડા, રાણીપ, નવરંગપુરા, વાસણા વિસ્તારો પશ્ચિમ અમદાવાદમાં જ્યારે પૂર્વ અમદાવાદમાંથી વટવા, સરદાર નગર, રામોલ હાથીજણ અને ઓઢવ જેવા વિસ્તારોમાંથી સામેલ કરવામાં આવ્યાં છે.