- હાલ વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે
- ગત વર્ષે શિક્ષણમાં કચાસ રહી ગઈ હોય તેના રીવીઝન માટે બ્રિજ કોર્ષ તૈયાર કરવામાં આવ્યો
- શિક્ષકોની અછતને લઈને નવી ભરતી કરવામાં આવી છે
- ગતવર્ષે ઓનલાઇન શિક્ષણને લીધે વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે કનેક્ટિવિટી ન હતી
- જે જર્જરિત સ્કૂલ હતી તેનું કોરોનાકાળ દરમિયાન સમારકામ કરવામાં આવ્યું છે
અમદાવાદઃ કોરોનાની મહામારીમાં (Corona Pandemic) વિદ્યાર્થીઓને અનેકગણું નુકસાન થયું છે. જેમાં હવે નવા સત્રની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે સરકારી સ્કૂલોમાં હાલ પરિસ્થિતિ શું છે તે અંગે સરકાર દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારે જે જર્જરિત સ્કૂલો હતી તેનું કોરોના કાળ દરમિયાન સમારકામ કરવામાં આવ્યું છે જેથી કરીને નવા સત્રમાં વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે આ ઉપરાંત નવા સત્રમાં સ્કૂલ શરૂ થશે તો કોરોના ગાઈડલાઈનનું ( Corona Guidelines ) પાલન ચુસ્તપણે કરવામાં આવશે. હાલમાં તમામ સરકારી સ્કૂલોનું ( Government School Repaired) સમારકામ કરી દેવામાં આવ્યું છે ત્યારે જે શિક્ષકોની અછત હતી તેને ધ્યાનમાં લઈને પણ શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. બીજી તરફ ચોમાસાની ઋતુ નજીક છે ત્યારે કેટલીક એવી સ્કૂલો પણ હતી કે જેમાં પાણી ટપકવાની સમસ્યા રહેતી હતી. પરંતુ હાલમાં તમામ સ્કૂલોમાં સમારકામ કરવામાં આવી હોવાથી દરેક સ્કૂલમાં આવી કોઈ સમસ્યા રહી નથી કે જેનાથી વિદ્યાર્થીઓને ભણવામાં મુશ્કેલી પડે.
આ પણ વાંચોઃ AMC સ્કૂલ બોર્ડની શાળામાં વિદ્યાર્થીઓએ લીધો રેકોર્ડબ્રેક પ્રવેશ
આવનારા દિવસોમાં સ્કૂલ શરૂ થાય તો સ્કૂલ દ્વારા તમામ સાવચેતી રાખવામાં આવશે - ધીરેન્દ્રસિંહ તોમર
આ સમગ્ર મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે હાલ તો તમામ સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ (Online education) કરાવવામાં આવી રહ્યો છે. પરંતુ જો સ્કૂલ શરૂ થશે તો કોરોના ગાઇડલાઇન ( Corona Guidelines ) પ્રમાણે વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવશે અને વર્ગખંડમાં બેસાડવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પણ કોરોના અંગે જાગૃતતા આવે તે માટે શિક્ષકો દ્વારા તેમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.
આ પણ વાંચોઃ શાળા અને કોલેજમાં શૈક્ષણિક સત્ર વિદ્યાર્થીઓની અનુપસ્થિતિમાં ઓનલાઇન શિક્ષણનો પ્રારંભ