અમદાવાદઃ 17 માર્ચે અમદાવાદમાં કોરોના વાયરસનો પહેલો કેસ આવ્યો હતો. પહેલો કેસને હોસ્પિટલમાં 35 દિવસ થયા પણ હજુ સુધી કોરોનાથી મુક્ત નથી થઈ શક્યાં. દરરોજ નવી માહિતી સામે આવી રહી છે. કોરોના વાયરસ અંગે જેટલી માન્યતાઓ હતી તે તમામ બદલાઈ છે. જાન્યુઆરીમાં WHO કહ્યું કે માણસથી માણસ નહીં લાગે, પછી કહ્યું હવાથી નથી ફેલાતો પણ નાના પાર્ટીકલ હવા દ્વારા પણ ફેલાય છે. માસ્ક વિશે પણ અવઢવ હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આજે ડિજિટલ પત્રકાર પરિષદમાં અમદાવાદમાં કોરોનાની માહિતા આપતાં જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનામાં 571 પોઝિટિવ કેસ નોંધાયાં છે.
એક જ બાબત સ્પષ્ટ છે. નોવેલ કોરોના વાયરસ જે છે તે માણસને સૌથી વધુ ઈન્ફેક્શન ફેલાવવા માટે ખતરનાક છે. આ વાયરસ ખૂબ ચેલેન્જીંગ છે. દેશોને બાનમાં લીધાં છે. સદનસીબે આપણે પ્રોએક્ટીવ સર્વેલન્સ દ્વારા કોરોના પોઝિટિવ વ્યક્તિઓ સુધી પહોંચી શક્યાં છીએ. ગઈકાલ સાંજ સુધી 526 કેસ હતાં. એટલે અમદાવાદ શહેરમાં 571 કેસ થયાં છે. મ. ઝો 35 અને દ. ઝો 5 કેસ નોંધાયાં છે.
35 દિવસથી સારવારમાં છે અમદાવાદનો પ્રથમ કોરોના કેસ
17 માર્ચે અમદાવાદમાં કોરોના વાયરસનો પહેલો કેસ આવ્યો હતો. આ પહેલા કેસને હોસ્પિટલમાં 35 દિવસની સારવાર છતાં હજુ સુધી કોરોનાથી મુક્ત નથી થઈ શક્યાં.