અમદાવાદઃ શહેરમાં છેલ્લા 15 દિવસથી તાપમાન 42 ડિગ્રીની આસપાસ (Rising Heat in Ahmedabad) નોંધાઈ રહ્યું છે. ત્યારે લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણાંનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ આરોગ્ય વિભાગે કેટલીક જગ્યાએ પાણીના સેમ્પલ લઈ સઘન ચેકિંગ કર્યું છે. જોકે, શહેરમાં પ્રદૂષિત પાણીના કારણે (Problem of polluted water in Ahmedabad) રોગચાળો વધી રહ્યો છે. એટલે અમદાવાદીઓએ સાવધાન રહેવાની (Epidemic increased in Ahmedabad) જરૂર છે.
ઝાડા ઊલ્ટીના કેસમાં ભારે વધારો - રાજ્યમાં કેટલાક દિવસથી ગરમીનું (Rising Heat in Ahmedabad) પ્રમાણ જોવા મળી રહ્યું છે. ત્યારે ચાલુ માસમાં 16 દિવસમાં ઝાડા ઊલટીના 253 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. જ્યારે કમળાના 21, ટાઈફોઈડના 37 કેસ નોંધાયા છે. બીજી તરફ 23 એપ્રિલ સુધીમાં 26,040 લોહીના નમૂનાની તપાસ પણ કરવામાં આવી છે. આ રોગચાળાની સાથે સાથે ચિકનગુનિયાના નવા 2 કેસ નોંધાતા કુલ આંક 104 પર પહોંચ્યો છે. તો આ તરફ ડેન્ગ્યૂનો નવો 1 કેસ નોંધાયો છે. અમદાવાદના બહેરામપુરાના સીમા રૉ હાઉસ ખાતે એક માત્ર કોલેરાનો કેસ સામે આવ્યો છે.
આ પણ વાંચો- Corona In Vadodara: શહેરીજનોને એક મહિના સુધી સામાજિક-ધાર્મિક કાર્યક્રમોથી દૂર રહેવા IMAની અપીલ
પ્રદૂષિત પાણીના સેમ્પલની ચકાસણી કરવામાં આવી - શહેરમાં પ્રદૂષિત પાણીના (Problem of polluted water in Ahmedabad) કારણે ભારે પ્રમાણમાં રોગચાળો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઝાડ-ઊલટી, કમળા, ટાઈફોઈડના કેસ પણ (Epidemic increased in Ahmedabad) સામે આવી રહ્યા છે. તેના કારણે લોકો શેરડીનો રસ, લીંબુ શરબત, સિકંજી જેવા સબરતનું સેવન કરતા હોય છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવા સરબતનું વેચાણ કરનારાનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો- રાજકોટમાં વકર્યો પાણીજન્ય રોગચાળો, 30 ટકા કેસ વધ્યા
શહેરમાં પીવા માટે પ્રદૂષિત આપવામાં આવે છે - અમદાવાદ શહેરમાં ગોમતીપુર વિસ્તારમાં 1,400થી 1,500 જેટલા પરિવારને પીવા માટે પ્રદૂષિત પાણી આપવામાં આવે છે. તેના કારણે તે વિસ્તારના લોકોમાં બીમારીની સમસ્યા (Epidemic increased in Ahmedabad) ભારે જોવા મળી રહી છે. અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. અમદાવાદ શહેરમાં રોગચાળો (Epidemic increased in Ahmedabad) વધવા પાછળ ક્યાંકને ક્યાંક મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબદાર ગણી શકાય તેમ છે.