અમદાવાદઃ હાલમાં યુવાનો સહિત અનેક લોકોમાં વીડિયો અને રિલ્સ બનાવવાનો ક્રેઝ (Craze of making video reels) વધી રહ્યો છે. હવે આ દૂષણ પોલીસમાં પણ પ્રસર્યું છે. આવી જ રીતે અમદાવાદના કાલપુર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓએ (Policeman of Kalupur police station suspended) ફિલ્મી ઢબે વીડિયો બનાવ્યો હતો. જોકે, તેમને આ વીડિયો બનાવવો ખૂબ જ ભારે પડ્યો હતો.
ત્રણેય પોલીસકર્મી સસ્પેન્ડ - આ વીડિયો બનાવીને પોલીસકર્મીએ પોતાને હીરો તરીકે જાણીતા (Policeman video reels) કરવાનો પ્રયત્ન કર્યો છે. કાલુપુર પોલીસ સ્ટેશન (Kalupur Police Station Viral Video) જાણે ફિલ્મોના હીરો બનવા માટેના એક્ટિંગ ક્લાસ હોય એમ પોલીસકર્મચારીઓ ફિલ્મોના ડાયલોગ બોલીને વીડિયો બનાવી રહ્યા છે. તો હવે વીડિયો બનાવનારા પોલીસકર્મીઓ વિરુદ્ધ તપાસ બાદ ઝોન 3 ડીસીપીએ ત્રણેય પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ (Policeman of Kalupur police station suspended) કર્યા છે.
પોલીસકર્મીઓએ ગુંડાના ડાયલોગ પર બનાવ્યો વીડિયો - કાલુપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ (Kalupur Police Station Viral Video) ફિલ્મ શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં (Shootout at Wadala Film Dialogue) ગુંડા બનેલા અભિનેતા મનોજ બાજપાઈ અને સોનુ સુદના ડાયલોગ પર વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક પોલીસકર્મી દરવાજાથી અંદર આવે છે અને સામે ઊભેલા 2 પોલીસકર્મીને કહે છે કે, ગાડી મેં બેઠો તુમ દોનો. ત્યારે બંને વળતો જવાબ આપે છે કે, વોરન્ટ લાયા હે, ગવાહ હૈ તેરે પાસ. પછી પોલીસકર્મી કહે છે કે, પૂરે મહોલ્લેને દેખા હૈ તુમકો યે કરતે. તો ગુંડા બનેલા પોલીસકર્મીએ કહ્યું હતું કે, યહાં ગવાહ ગાંધી કા નહીં હમારા બંદર હૈ. આ સાથે જ પોલીસકર્મીઓએ આ વીડિયોમાં પોલીસને જ નીચું દેખાડવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો-VNSGU Paper Leak Case: પેપર લીક કેસમાં કૉલેજના આચાર્ય સહિત આટલા કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા
વીડિયો સામે આવતા જ કાર્યવાહી શરૂ - આ વીડિયોમાં એક્ટર તરીકે પ્રસિદ્ધ થવા સિરાજ નામનો વહીવટદાર અને ક્રિસ્ટિન નામનો પોલીસકર્મી હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો હતો. તો આ અંગે ઝોન 3 DCP સુશિલ અગ્રવાલે જણાવ્યું હતું કે, વીડિયો અમારી સામે આવતાં જ અમે કાર્યવાહી શરૂ કરી છે. હાલ સમગ્ર મામલે ACPને તપાસ સોંપવામાં આવી છે. પોલીસકર્મીઓ કાલુપુર પોલીસ સ્ટેશનના (Kalupur Police Station Viral Video) જ છે. તેમની સામે તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.