અમદાવાદ: મારવાડી યુનિવર્સિટી રાજકોટમાં ફરજ બજાવતાં આસ. પ્રોફેસર પાવક મિસ્ત્રી અને ઉવેશ સિપાહી અને વિદ્યાર્થી સૌરભ દ્વારા એક ઓટોમેટિક સેનિટાઈઝર મશીન તૈયાર કરવામાં આવ્યું છે.આ મશીનની વિશેષતા એ છે કે તેને અડ્યાં વિના બંને હાથ મશીન પાસે લઈ જવાથી ઓટોમેટિક સેનિટાઈઝર હાથમાં આવે છે અને હાથ સાફ કરી શકાય છે.
હાલમાં 5 લિટરની ક્ષમતાવાળું વર્કિંગ પ્રોટોટાઈપ મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે. હાલ આ મશીન F ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે મુકવામાં આવ્યું છે. પોલીસ લોકોની વચ્ચે રહે છે અને તેમને ચેપ લાગવાની વધારે શકયતા રહેલી છે જેથી કોઈ પણ મુલાકાતી કે પોલીસકર્મી પોલીસ સ્ટેશનમાં પ્રવેશે ત્યારે સેનિટાઈઝરથી હાથ સાફ કરે તો ચેપ લાગવાની શકયતા ઘટે છે.