અમદાવાદ: અમદાવાદમાં 12 વર્ષની વયે મળેલી બાળકીના (Ahmedabad will meet girl family after 10 years) પરિવારનો 10 વર્ષ બાદ પતો લાગ્યો છે. 12 વર્ષની બાળકીના માતા પિતા બનેલી પોલીસ (Ahmedabad police will reunite girl with her family) હવે યુવાન દીકરીને તેના પરિવારને સોંપશે. કેવી રીતે પોલીસે શોધ્યો પરિવાર જોઈએ આ અહેવાલ.
બાળકી બિનવારસી મળી આવતા પોલીસ માં બાપ બની હતી
બાપુનગરમાં પોલીસને ઝારખંડની 12 વર્ષની બાળકી દસેક વર્ષ પહેલા બિનવારસી મળી આવી હતી. બાળકીનું કોઈ વાલી ન હતું એટલે પોલીસ માં બાપ બની હતી. પોલીસે બાળકીને મહિપત રામ આશ્રમમાં મુકી હતી. 2012માં આ બાળકી અમદાવાદ આવી ગઈ પણ તે કઈ રીતે આવી કોઈ જાણતું ન હતું. બાળકી બાપુનગર વિસ્તારમાં આવી અને પોલીસે તેંના માતા પિતાને શોધવા પ્રયાસ કર્યા પણ બાળકી ફક્ત ઝારખંડની ભાષા જાણતી હતી અન્ય કોઈ ભાષા જાણતી ન હતી અને કોઈ તેની ભાષા સમજી શકતું ન હતું.
આ પણ વાંચો: યુપીથી ભાગી આવેલા માનસિક અસ્થિર યુવકનું અમદાવાદ પોલીસે પરિવાર સાથે કરાવ્યું મિલન
અમદાવાદના મહિપતરામ આશ્રમમાં બાળકીની સારવાર કરાવી હતી
અમદાવાદના મહિપતરામ આશ્રમમાં બાળકીની સારવાર કરાવી હતી. 4 વર્ષની સારવાર બાદ બાળકીને ગુજરાતી અને હિન્દી ભાષા શીખવાડવામાં આવી હતી. 10 વર્ષ પછી યુવાન થયેલી યુવતીના કાઉન્સિલીગમાં તેના ઘરની ઓળખ થઈ અને આ દીકરીને તેનો પરિવાર મળી ગયો છે.
10 વર્ષ બાદ બાળકી તેના પરિવારને મળશે
12 વર્ષની રેખા ઉર્ફે ઉષાનું 10 વર્ષ સુધી કાઉન્સીલિંગ કર્યું હતું અને એક દિવસ એ બોલી કે મારા ગામમાં એક મંદિર છે તેની નજીક તળાવ છે અને બિહાર થઈને મારા ઘરે જવાય છે. આટલી વાત જાણી અને પોલીસ અને મહિપતરામ આશ્રમના લોકો આવા લોકેશનના ગામ શોધવા લાગ્યા અને ઝારખડનું એક ગામ મળી આવ્યું હતું. આ ગામમાં પોલીસ અને સ્થાનિક પોલીસ તપાસ કરતા બાળકી આ ગામની જ હતી, પરંતુ તેના માતા પિતા તો હવે હયાત નથી પણ આ ગાયબ બાળકીની બહેનનો સંપર્ક થયો હતો, ત્યારે આજે પોલીસ અને આશ્રમના સ્ટાફ 10 વર્ષ બાદ યુવતીને ઝારખંડ મુકવા જશે. 10 વર્ષ બાદ બાળકી તેના પરિવારને મળશે. જેની ખુશી અને સંતોષ બાળકીની આંખોમાં જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં પોલીસ પરિવાર કલ્યાણ યોજનાનો પ્રારંભ, ગૃહ પ્રધાને કામગીરી બિરદાવી
પોલીસની આ કામગીરી હકીકતમાં માનવતાભરી અને કાબિલે તારીફ
બાળકી જે સમયે ઘરેથી નીકળી ત્યારે સમયે તેના માતા-પિતા જીવિત હતા, પરંતુ હવે માતા-પિતા નથી. પરંતુ પોલીસ અને મહિપતરામ આશ્રમે માતા પિતા બનીને તેનો ઉછેર કર્યો હતો અને તેના પરિવાર સાથે મિલન કરાવશે. પોલીસની આ કામગીરી હકીકતમાં માનવતાભરી અને કાબિલે તારીફ ગણી શકાય છે.