ETV Bharat / city

વી.એસ. હોસ્પિટલ ફરી વિવાદમાં, પરિજનોની જાણ બહાર શબઘરમાંથી બે મૃતદેહ બદલાયા

અમદાવાદની વી.એસ. હોસ્પિટલ ફરી એક વિવાદોમાં ઘેરાઈ છે. રેખાબેન ચંદ નામની મહિલાનો મૃતદેહ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાંથી ગાયબ થઈ ગયો છે. મૃતક મહિલાના પુત્ર વિદેશ રહેતા હોવાથી મૃતદેહને હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવા માટે લવાયો હતો. પરંતુ વી. એસ. હોસ્પિટલના તંત્રની બેદરકારીના કારણે મૃતદેહની અદલા બદલી થઈ ગઈ હતી.

અમદાવાદ:  v.s હોસ્પિટલની ઘોર બેદરકારી, બે મૃતકોના મૃતદેહ બદલાયા

author img

By

Published : Nov 15, 2020, 4:25 PM IST

Updated : Nov 17, 2020, 9:28 AM IST

  • અમદાવાદની વી. એસ. હોસ્પિટલ ફરી વિવાદમાં આવી
  • મૃતદેહની અદલા બદલી થતા ચકચાર
  • કોલ્ડ સ્ટોરેજમાં રાખવા લવાયેલા મૃતદેહની અદલાબદલી

અમદાવાદ: અમદાવાદની વી. એસ. હોસ્પિટલ ફરી એક વિવાદોમાં ઘેરાઈ છે. રેખાબેન ચંદ નામની મહિલાનો મૃતદેહ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાંથી ગાયબ થઈ ગયો છે. મૃતક મહિલાના પુત્ર વિદેશ રહેતા હોવાથી મૃતદેહને હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવા માટે લવાયો હતો. પરંતુ વી. એસ. હોસ્પિટલના તંત્રની બેદરકારીના કારણે મૃતદેહની અદલા બદલી થઈ ગઈ હતી.

અમદાવાદ:  v.s હોસ્પિટલની ઘોર બેદરકારી, બે મૃતકોના મૃતદેહ બદલાયા
અમદાવાદ: v.s હોસ્પિટલની ઘોર બેદરકારી, બે મૃતકોના મૃતદેહ બદલાયા

કોલ્ડ સ્ટોરેજમાં રાખવા લવાયેલા મૃતદેહની અદલાબદલી

મૃતદેહની અદલા-બદલી થઇ જતા પરિવારજનો દ્વારા હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા કરી હતી. મહત્વનું છે કે પ્રાથમિક તપાસમાં બંને મુદ્દે આદલા બદલી થઈ ગયા હોવાના કારણે સ્મશાનની વિગત સાથે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. જેમની સાથે મૃતદેહની બદલી થઈ હતી તે પરિવારને પેકિંગ મૃતદેહ રાખ્યો હોવાના કારણે કોઈપણ પ્રકારનો ખ્યાલ આવ્યો ન હતો. રેખાબેનના પરિવારજનો માંગણી કરી રહ્યા છે કે મૃતકનું ડેથ સર્ટિફિકેટ અને જરૂરિયાતના તમામ પ્રમાણપત્રો મળી રહે.

પરિજનોની જાણ બહાર શબઘરમાંથી બે મૃતદેહ બદલાયા

ડેડ બોડી સોંપવાની કોઈ જ પ્રક્રિયા નિશ્ચિત નહીં

હોસ્પિટલ તંત્ર દ્વારા કોલ્ડ સ્ટોરેજમાં રખાયેલા મૃતદેહને કોઈપણ જાતના ટેગ કરવામાં નથી આવતા. તો બીજી તરફ રેખાબેનના પરિવારજનોનો અન્ય લોકો પર આક્ષેપ પણ છે કે જે લોકો ડેડબોડી લઈને ગયા તેમના દ્વારા કોઈપણ પ્રકારની ચકાસણી કરવામાં આવી નથી કે તે તેમના જ સ્વજનો મૃતદેહ છે કે નહિ. પરંતુ હોસ્પિટલની કામગીરી અને અન્ય પરિવારની બેદરકારીના કારણે રેખા બેનના પરિવારને તેમના અંતિમ દર્શન કે અસ્થિ વિસર્જન પણ કરી શકાયા નથી.

હોસ્પિટલ અનેક વખત વિવાદોમાં સંપડાઈ
અનેક વખત V. S હોસ્પિટલ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહી છે ત્યારે ફરી એક વખત વી.એસ. હોસ્પિટલની બેદરકારી સામે આવી છે અને મૃતદેહની અદલાબદલી થઈ જતા મૃતકના પરિવારજનો દ્વારા હોસ્પિટલ તંત્ર અને જવાબદાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જો કે વારંવાર આ પ્રકારની બેદરકારી ન થાય તે માટે ક્યારે પગલા લેવામાં આવે છે તે જોવાનું રહ્યું.

Last Updated : Nov 17, 2020, 9:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.