અમદાવાદઃ અમદાવાદ શહેરના થલતેજમાં આવેલી ઉદગમ સ્કૂલમાં (Ahmedabad Udgam School Mismanagement ) ગઈકાલે યોગ્ય મેનેજમેન્ટના અભાવે મોર્નિંગ શિફ્ટના વિદ્યાર્થીઓને શાળા છૂટ્યા બાદ ગરમીમાં બે કલાક જેટલું બેસાડી રાખતાં વાલીઓ વીફર્યા હતા. બે શિફ્ટ વચ્ચે ટ્રાન્સપોર્ટેશન માટે એક જ બસ રાખતાં બાળકોને પહેલી બસની રાહ જોવા માટે મજબૂર બનવું પડ્યું હતું. ત્યાર બાદ આજે અચાનક જ વિદ્યાર્થીઓને રજા આપી દેતાં વાલીઓ સ્કૂલે પહોંચ્યા હતા, પરંતુ સ્કૂલે 10 જેટલા બાઉન્સરો ગોઠવીને પ્રવેશ આપ્યો નહોતો. ત્યાર બાદ પોલીસ દોડી આવી હતી. પોલીસ પહોંચ્યા બાદ વાલીઓને પ્રવેશ આપ્યો હતો.
ધોરણ 6થી 11ના વિદ્યાર્થીઓને આજે રજા આપી દેવામાં આવી - ઉદગમ સ્કૂલના સંચાલકોએ નિયમ વિરુદ્ધ જઈ જાતે જ ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓને બે દિવસની રજા આપી દીધી હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યાં છે. જ્યારે ધોરણ 6થી 11ના વિદ્યાર્થીઓને આજે રજા આપી દેવામાં આવી છે તેમજ ધોરણ 12ના વિદ્યાર્થીઓને સેલ્ફ ટ્રાન્સપોર્ટેશનની મદદથી સ્કૂલે પહોંચવા (Ahmedabad Udgam School Mismanagement ) આદેશ કરાયો છે.
આ પણ વાંચો- ફી ન મળી તો થલતેજની ઉદગમ સ્કૂલે ઓનલાઈન શિક્ષણ કરી દીધું બંધ
સ્કૂલે ધમકી આપી મીડિયા સમક્ષ બોલશો તે LC નહીં આપીએ - જ્યારે ઉદગમ સ્કૂલમાં સવારથી વાલી અને સ્કૂલ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે સ્કૂલ દ્વારા સવારથી જ વાલીઓને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.જે બાદ સ્કૂલની મનમાની મીડિયાએ બતાવી હતી, જેમાં વાલીઓ સ્કૂલ અંગે નિવેદન પણ આપ્યા હતાં જે બાદ વાલીઓને સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. અચાનક જ વાલીનું વર્તન બદલાઈ ગયું હતું અને સ્કૂલની જગ્યાએ મીડિયા પર રોષ ઠાલવી રહ્યા હતાં. જોકે આ અંગે એક વાલીએ જણાવ્યું હતું કે સ્કૂલના સંચાલક દ્વારા તેમને ધમકી (Udgam School Threat to Parents ) આપવામાં આવી છે કે વાલી મીડિયા સમક્ષ બોલશે તેમના બાળકોને LC આપવામાં આવશે નહીં. જેથી બાળકો હેરાન ન થાય તે માટે વાલીઓએ સ્કૂલના શરણે થઈ ગયા હતાં. આ ઉપરાંત સ્કૂલ દ્વારા વાળીઓને સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવતો નથી. જ્યારે સ્કૂલ દ્વારા (Ahmedabad Udgam School Mismanagement ) દાદાગીરી કરવામાં આવે છે.
સ્કૂલે જાતે જ ઓફલાઇન વર્ગો બંધ કર્યા, બાઉન્સરો ગોઠવ્યાં -ત્યારે ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા સર્જાતાં સ્કૂલે જાતે જ ઓફલાઇન વર્ગો બંધ કરી દીધા છે. કોઈપણ સ્કૂલ જિલ્લા શિક્ષણાધિકારીની પરવાનગી વગર ચાલુ દિવસમાં બાળકો માટે રજા જાહેર ન કરી શકે. આ મામલે વાલીઓ રજૂઆત કરવા આવતાં તેમને રોકવા 12 કરતાં વધુ બાઉન્સરો ગોઠવવામાં આવ્યા છે. ત્યારે બાઉન્સરોને સૂચના આપવામાં આવી હતી કે જે વાલીઓએ વિરોધ કર્યો છે તેમને વાલીઓને (Ahmedabad Udgam School Mismanagement ) પ્રવેશ આપવો નહીં.
આકસ્મિક સ્કૂલ બંધ કરવા DEOની મંજૂરી લીધી નહોતી -આ અંગે અમદાવાદ શહેર DEOએ (Ahmedabad Deo ) કહ્યું હતું કે સ્કૂલે આકસ્મિક રજા માટે પૂર્વમંજૂરી લેવાની રહે છે, આવી કોઈ સંચાલકો દ્વારા કોઈ મંજૂરી લેવામાં આવીનથી. ત્યારે આ અંગે સ્કૂલ-સંચાલક મનન ચોક્સીએ જણાવ્યું હતું કે વાલીઓએ સ્કૂલ વહેલી ચાલુ કરવા માટે કહ્યું છે. ધોરણ 6થી 8ના વર્ગો કાલથી (Management close classes without DEO permission) શરૂ કરીશું. અન્ય વર્ગ તબક્કાવાર શરૂ કરીશું. ગઈકાલે બસ મામલે સમસ્યા થતાં વિદ્યાર્થીઓને એક બાદ એક છોડવામાં આવ્યા હતાં. ટ્રાન્સપોર્ટેશનમાં મોડું થયું હતું. સ્કૂલ-બસનો કેટલાકને અનુભવ નથી, એટલે ડ્રાઈવર અને અન્ય સમસ્યાઓ(Ahmedabad Udgam School Mismanagement ) થઈ હતી. હાલ સ્કૂલ બંધ કરી હતી. અમને સ્કૂલ બંધ કરવાની સાંજે પરવાનગી આપી શકાઇ ન હતી.
પૈસાની લાલચે જ્યારે બે શિફ્ટ કરવાનો નિર્ણય - ઉદગમે વધુ પૈસાની લાલચે જ્યારે બે શિફ્ટ કરવાનો નિર્ણય લીધો હતો ત્યારે વાલીઓએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો. એ સમયે વાલીઓને ચિંતા હતી કે બે શિફ્ટને લીધે બાળકોના અભ્યાસ પર અસર થશે. જોકે મેનેજમેન્ટે કોઇનું માન્યું (Ahmedabad Udgam School Mismanagement ) નહોતું. બે શિફ્ટ શરૂ થતાં અરાજકતા ફેલાઇ હતી. બાળકોને ગરમીમાં દોઢ કલાક સુધી બસની રાહ જોવી પડી હતી.
ભરગરમીમાં બાળકોને ક્લાસ બહાર કાઢી મૂક્યાં હતાં- આ મામલે સૌથી આશ્ચર્યજનક વાત એ છે બીજી શિફ્ટનાં બાળકો આવવાનાં હોવાથી પહેલી શિફ્ટનાં બાળકોને 11.30 વાગ્યે જ ક્લાસ ખાલી કરી દેવા જણાવાયું હતું, જેથી બીજી શિફ્ટ 12 વાગ્યે શરૂ થઇ શકે. બાળકોને ભરગરમીમાં સ્કેટિંગ રિન્ક, કેન્ટીનના ફ્લોર પર અને બસમાં બેસી રહેવું પડ્યું હતું. મિસમેનેજમેન્ટને પગલે બાળકોને લેવા માટે આવેલા વાલીઓને તેમને શોધવા જવું પડ્યું હતું, જેને લીધે ફ્રન્ટ ઓફિસ પાસે બૂમાબૂમની સ્થિતિ જોવા મળી હતી. ત્યારે હાલમાં તો વાલીઓએ સ્કૂલ સંચાલક સાથે મિટિંગ કરી છે અને બધી સમસ્યા દૂર થાય તે રીતે સ્કૂલ સંચાલક (Ahmedabad Udgam School Mismanagement ) દ્વારા કહેવામાં આવ્યું છે કે પ્રથમ દિવસ હતો એટલે આ સમસ્યા થઈ હતી.