અમદાવાદઃ માત્ર દેશ જ નહીં પરંતુ આખી દુનિયા વર્તમાન સમયે કોરાના નામની મહામારીથી ભયભીત છે. ગુજરાતમાં પણ રોજ કોરોનાના કેસ અનેે તેના કારણે થઇ રહેલા મોતનો આંકડો વધી રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે રાહતના સમાચાર એ છે કે કોરોનાના દર્દીઓ સાજા પણ થઇ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં કોરોનાને માત આપનારી સુમિતિ સિંઘે હવે તેમના પ્લાઝમા ડોનેટ કર્યા છે. આ પહેલાં સ્મૃતિ ઠક્કરે તેના પ્લાઝમા ડોનેટ કર્યા હતા. હવે સુમિતિ સિંઘે પણ પ્લાઝમા ડોનેટ કર્યા છે. સુમિતિ સિંઘે સોશિયલ મીડિયા પર પ્લાઝમા ડોનેટના અનુભવો અને તેની પ્રક્રિયા વર્ણવી હતી.
અમદાવાદઃ કોરોનાજંગ જીતનાર પ્રથમ દર્દી સુમિતિ સિંઘ પ્લાઝ્મા ડોનર બની સુમિતિ સિંઘે જણાવ્યું કે પ્લાઝમા ડોનેટ કરવા માટેના જરૂરી તમામ ધારાધોરણોમાં ફીટ સાબિત થયા બાદ મેં અમદાવાદમાં પ્લાઝમા ડોનેટ કર્યા છે. પ્લાઝમા પણ બ્લડ ડોનેશનની પ્રોસિઝરની જેમ જ ડોનેટ કરી શકાય છે, મેં આજે 500 મિલિ પ્લાઝમા ડોનેટ કર્યાં છે. બ્લડથી પ્લાઝમા અલગ પાડવામાં લગભગ 30-40 મિનિટનો સમય લાગે છે. જેમાનો મોટાભાગનો સમય હું એકદમ ઠીક હતી. આ મારો પહેલો પ્લાઝમા ડોનેશનનો અનુભવ છે. હું થોડી ડરેલી પરંતુ રોમાંચિત પણ હતી. હું કોઈપણ ભોગે કોવિડ સામેના જંગમાં યોગદાન આપવા માંગતી હતી. સુમિતિ સિંઘ કોરોનાને માત આપી અમદાવાદમાં કોરોનાની બીમારીમાંથી મુક્ત થનારી પ્રથમ યુવતી બની હતી.