ETV Bharat / city

અમદાવાદ સ્ટેશન પર ભારતીય રેલવેની પ્રથમ લગેજ અને પાર્સલ સેવાની શરૂઆત - Indian Railways

પશ્ચિમ રેલવે અમદાવાદ સ્ટેશન પર ભારતીય રેલવેની પ્રથમ ડોર ટૂ ડોર લગેજ-પાર્સલ સેવાની શરૂઆત કરવામાં આવી છે. આ સેવાથી અમદાવાદ રેલવેને 4.5 લાખ રૂપિયાની પ્રતિ વર્ષ વધારાની આવક પ્રાપ્ત થશે.

અમદાવાદ સ્ટેશન પર ભારતીય રેલવેની પ્રથમ લગેજ અને પાર્સલ સેવાની શરૂઆત

author img

By

Published : Jan 28, 2021, 10:56 PM IST

  • અમદાવાદ રેલવે દ્વારા પ્રવાસીઓની સેવામાં વધારો
  • પ્રવાસીઓ સીધા એપ તથા વેબસાઇટના માધ્યમથી લગેજ બૂક કરી શકશે
  • લગેજની ઓનલાઇન ટ્રેકિંગ થશે

અમદાવાદઃ પશ્ચિમ રેલવે અમદાવાદ સ્ટેશન પર ભારતીય રેલવેની પ્રથમ ડોર ટૂ ડોર લગેજ-પાર્સલ સેવાની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદ ડિવિજનના ડીઆરએમ દીપક કુમાર ઝાએ આ સુવિધાનું શુભારંભ કરતાં જણાવ્યુ હતું કે, ભારતીય રેલવે પર આ સુવિધાનું પ્રારંભ કરવાવાળું અમદાવાદ ડિવિજનએ પહેલું ડિવિજન છે. જેના દ્વારા અમદાવાદ રેલવેને 4.5 લાખ રૂપિયાની પ્રતિ વર્ષ વધારાની આવક પ્રાપ્ત થશે.

અમદાવાદ સ્ટેશન પર ભારતીય રેલવેની પ્રથમ લગેજ અને પાર્સલ સેવાની શરૂઆત
અમદાવાદ સ્ટેશન પર ભારતીય રેલવેની પ્રથમ લગેજ અને પાર્સલ સેવાની શરૂઆત

કેવી રીતે થશે પ્રોસેસ ?

આ સુવિધા માટે બૂકિંગ, મોબાઇલ એપ તથા વેબસાઇટના માધ્યમથી થઈ શકશે. પ્રવાસી તેમના ઘરેથી બૂક કરીને એમના ગંતવ્ય સ્ટેશન સુધી નિર્ધારિત સરનામાં પર લગેજ પહોચાડી શકશે. લગેજની ઓનલાઇન ટ્રેકિંગ થઈ શકશે. સામાન્ય પેમેન્ટ બેસિસ પર બેગેજ સેનિટાઇજિંગ તથા પેકીંગની સુવિધા ઉપલબ્ધ થશે. આ સેવાથી રેલવેને વધારાની આવક પ્રાપ્ત થશે અને રેલવે પર કાર્યરત કુલીઓને વધારાની આવક પ્રાપ્ત થશે. પ્રવાસી પણ ઘરેથી સ્ટેશન સુધી લગેજ લાવવાની તકલીફમાંથી મુક્તિ થશે.

શુ રહેશે કિંમત ?

આ સુવિધાનો લાભ પ્રવાસીએ લેવા માટે કિંમત પણ ચૂકવવી પડશે. જેમાં સ્ટેશનથી ઘર સુધીનું અંતર, બેગની સંખ્યા, ટ્રેન ઉપડવાના સમયથી કેટલા સમય પહેલાં બુકિંગ કરાવ્યું છે ? જેવી બાબતોને ધ્યાને લઇને 100 રૂપિયાથી લઈને 600 રૂપિયા સુધીનો ચાર્જ રાખવામાં આવશે. લગેજ ઉપરાંત પ્રવાસી માટે પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.