ETV Bharat / city

અમદાવાદ ગ્રામ્ય : કોરોના પોઝિટિવનો કુલ આંકડો 991 પર પહોંચ્યો - ધોળકામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા

અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મંગળવારે સાંજ સુધીમાં નવા 13 કેસ નોંધાતા કુલ આંકડો 991 પર પહોંચ્યો છે. નોંધનીય છે કે, અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના આંકડામાં અમદાવાદ શહેરના આંકડા સામેલ કરવામાં આવ્યા નથી. આ સાથે જ અમદાવાદ જિલ્લાના ધોળકા અને સાણંદ તાલુકામાં સૌથી વધુ કોરોના પોઝિટિવનો કુલ આંકડો 200ને પાર પહોંચ્યો છે.

ETV BHARAT
અમદાવાદ ગ્રામ્ય : કોરોના પોઝિટિવનો કુલ આંકડો 991 પર પહોંચ્યો
author img

By

Published : Jul 14, 2020, 10:41 PM IST

અમદાવાદ: જિલ્લાના ધોળકા તાલુકામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 276 જ્યારે સાણંદ તાલુકામાં 221 થયો છે. જે કુલ કેસના લગભગ 50 ટકા જેટલા છે. આ ઉપરાંત દસક્રોઈમાં 186 અને બાવળામાં 100 કેસ નોંધાયા છે.

4 જૂનના રોજ બાવળામાં 22 કોરોના પોઝિટિવ નોંધાયા છે. હવે મૂળ ધોળકા અને સાણંદમાં કોરોના ફેલાઈ રહ્યો છે. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના ધંધુકા 31, વિરમગામ 111, બાવળા -100 અને માંડલ તાલુકામાં કોરોનાના 38 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે જ જિલ્લામાં કોરોનના કારણે 57 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.

અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે. જેમાં 1.33 લાખ લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે અને જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગત 24 કલાકમાં 27 હજાર જેટલા ઘરોનું સર્વિલાન્સ કરવામાં આવ્યું છે.

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનિટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનિટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દીરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે.

ધોળકામાં 276 અને સાણંદમાં 221 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યાં હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.