- શહેરમાં લૂંટ અને ધાડ કરતી ટોળકી ઝબ્બે
- પાન મસાલાના 100 જેટલા કાર્ટૂનની કરી હતી લૂંટ
- કુલ 10 આરોપીઓ સમગ્ર લૂંટ વિથ ધાડમાં હતા સંડોવાયેલા
અમદાવાદ: ધોળકા રોડ પર આવેલા બદરખા ગામ પાસેના હાઇવે પર ફિલ્મી ઢબે એક લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જેમાં 6 જેટલા આરોપીઓએ ફિલ્મી સ્ટાઈલથી એક ટ્રકનો પીછો કરી લૂંટારું ટોળકીએ ટ્રકને ઓવરટેક કરી ટ્રકના ડ્રાઈવરનું અપહરણ કરી વલસાડના ડુંગરી ખાતે બંધક બનાવી દીધો હતો અને ટ્રકમાં રહેલા મુદ્દમાલ સહિત કુલ ટોટલ 34,62,945 રૂપિયાની લૂંટ ચલાવી હોવાનો કિસ્સો ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જેમાં અમદાવાદ ગ્રામ્ય LCB એ ચાર આરોપીઓની ધરપકડ કરીને લૂંટમાં ગયેલી ટ્રક સહિત કુલ 18,72,630 રૂપિયાનો મુદ્દમાલ રિકિવર કરવામાં આવ્યો હતો.
ગ્રામ્ય LCB 4 આરોપીઓની કરી ચુકી છે ધરપકડ
સમગ્ર લૂંટ વિથ ધાડના ગુનામ સાંડોવાયેલા મુખ્ય આરોપી નદીમમિયા શેખ જે મૂળ અમદાવાદના વટવા વિસ્તારનો રહેવાસી છે અને તે પોતે વિમલ કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી પણ કરે છે. આ આરોપીએ જ તેના મિત્ર સલમાન શેખ નામના આરોપીની સાથે રહીને કાવતરું રચ્યું હતું અને સમગ્ર રુટ અને મુદ્દમાલ અંગેની માહિતી આપી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બાદમાં આ બંને આરોપીઓએ મૂળ ઉત્તરપ્રદેશના સમસાદહુસેન રહેમની જે હાંલ મુંબઇ ખાતે રહે છે. તેની સાથે મળીને ધાડ પાડવાનો ફિલ્મી પ્લોટ તૈયાર કર્યો હોવાનો ખુલાસો થયો છે.
પોલીસે 6 ફરાર આરોપીની પણ શોધખોળ હાથ ધરી
ગ્રામ્ય LCB ના પકડમાં આવેલા ચારેય આરોપીઓની ધરપકડ વિશાલા ચાર રસ્તા પાસેથી ગ્રામ્ય એલ.સી.બી પોલીસે કરી છે. આ ચારેય આરોપીઓએ પાન મસાલા ભરેલી ટ્રકને રોકીને તેના ડ્રાઈવરનું અપહરણ કરીને બંધક બનાવી લૂંટ ચલાવી હતી. હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરીને અન્ય કોઈ ગુનામાં સંડાવયેલા છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે. સાથે સાથે આ કેસમાં ફરાર અન્ય 6 જેટલા આરોપીઓની પણ શોધખોળ હાથ ધરી છે.