ETV Bharat / city

Ahmedabad Rathyatra 2022: 2 વર્ષ પછી રથયાત્રામાં દેખાશે ટ્રકો, પ્રથમ 10 ક્રમાંકે આવનારી ટ્રકને મળશે ઈનામ - Ahmedabad Rathyatra 2022

અમદાવાદમાં આ વખતે અષાઢી બીજે યોજાનારી રથયાત્રામાં ટ્રકો (Trucks to join Rathyatra 2022) પણ જોડાશે. આખરે 2 વર્ષ પછી ટ્રકોને મંજૂરી મળી હોવાથી હવે દરેક ટ્રકને અલગ અલગ થીમ સાથે શણગારવામાં (Special decoration to the truck in the rathyatra) આવશે.

Ahmedabad Rathyatra 2022: 2 વર્ષ પછી રથયાત્રામાં જોડાશે ટ્રકો, પ્રથમ 10 ક્રમાંકે આવનારી ટ્રકને મળશે ઈનામ
Ahmedabad Rathyatra 2022: 2 વર્ષ પછી રથયાત્રામાં જોડાશે ટ્રકો, પ્રથમ 10 ક્રમાંકે આવનારી ટ્રકને મળશે ઈનામ
author img

By

Published : Jun 17, 2022, 1:41 PM IST

અમદાવાદઃ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા (Ahmedabad Rathyatra 2022) નીકળશે. તેવામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રાનું આકર્ષણનું કેન્દ્ર રહેતી ટ્રકો પણ આ રથયાત્રામાં જોડાશે. જોકે, રથયાત્રા પહેલાં દરેક ટ્રકને અલગ અલગ થીમ સાથે શણગારવામાં આવશે. તો આ વખતે રથયાત્રામાં 101 ટ્રક (Trucks to join Rathyatra 2022) જોડાશે.

ફરી આકર્ષણનું કેન્દ્ર બનશે ટ્રક

ફરી આકર્ષણનું કેન્દ્ર બનશે ટ્રક - અત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીને (Preparation of Ahmedabad Rathyatra) આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જ્યારે દર વર્ષે રથયાત્રામાં અખાડા, ભજન મંડળી, હાથી પણ જોડાય છે, પરંતુ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર તો ટ્રક રહેતા હોય છે. ત્યારે હવે 2 વર્ષ પછી રથયાત્રામાં ટ્રકને મંજૂરી આપવામાં આવી હોવાથી ટ્રકોનો વિશેષ શણગાર કરવામાં આવશે. કોરોના કાળ બાદ 2 વર્ષ પછી ટ્રકોને રથયાત્રામાં જોડવાની મંજૂરી મળતા ટ્રક એસોસિએશનમાં (Approved by the Truck Association) ખુશી જોવા મળી હતી.

ટ્રકમાંથી ભક્તોને પ્રસાદની વહેંચણી કરવામાં આવે છે
ટ્રકમાંથી ભક્તોને પ્રસાદની વહેંચણી કરવામાં આવે છે

ટ્રકમાંથી ભક્તોને પ્રસાદની વહેંચણી કરવામાં આવે છે - મહત્વનું છે કે, દરેક ટ્રક એ આકર્ષણનું કેન્દ્ર (Trucks to join Rathyatra 2022) હોય છે. ત્યારે ટ્રકમાંથી મોટા પ્રમાણમાં મગ, જાંબું, કાકડીનો પ્રસાદ રાખવામાં આવતો હોય છે, જે દરેક જગ્યાએ શ્રદ્ધાળુઓને વહેંચવામાં આવતો હોય છે.

આ પણ વાંચો- 145 Jagannath Rathyatra : ભગવાન જગન્નાથ મોસાળમાં માણી રહ્યાં છે આવી મહેમાનગતિ

ધાર્મિક વેશભૂષા સાથે બેસશે બાળકો - આ વખતે ટ્રકનું મુખ્ય આકર્ષણ ટ્રકના શણગારમાં જોવા મળશે, સાથે જ બાળકો પણ ધાર્મિક વેશભૂષા સાથે આ ટ્રકમાં બેસશે. ટ્રકમાં બાળકો ભગવાન શ્રીરામ, સીતાજી, લક્ષ્મણજી, હનુમાનજી, મહાદેવજી, પાર્વતીજીની વેશભૂષા ધારણ કરેલા નજર પડશે.

આ પણ વાંચો- Vadodara Rathyatra 2022: જય જગન્નાથ સાથે અહીં પણ ભગવાનનો જળાભિષેક

રામમંદિર અને અમરનાથ યાત્રા થીમ પર ટ્રક શણગારવામાં આવશે - કારગિલમાં યુદ્ધ વખતે દરેક ટ્રકમાં સૈન્ય, તોપો મૂકીને શણગારવામાં આવી હતી. ત્યારે આ વખતે ટ્રકોને ધાર્મિક રીતે શણગારવામાં આવશે, જેમાં વિશેષ રીતે ટ્રકને અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામ મંદિરનો આબેહૂબ શણગાર (Truck decoration on the theme of Ram temple) થશે. તો એક ટ્રક અમરનાથ યાત્રાની થીમ પર (Truck decoration on the theme of Amarnath Yatra) શણગારાશે.

ટ્રક શણગારનારાને ઈનામ અપાશે - આ વર્ષે રથયાત્રામાં આવનારા ટ્રકમાં ઈનામ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધાર્મિક રીતે જે ટ્રકને સુંદર રીતે (Special decoration to the truck in the rathyatra) શણગારશે. તેવી પ્રથમ 10 ટ્રકને પોલીસ કમિશનર દ્વારા 15,000, બીજા નંબરે આવનારને 10,000 અને ત્રીજા નંબરે આવનારી ટ્રકને 5,000 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.