- વોર્ડમાં વર્ષે 1.50 કરોડની રેવન્યુ ગ્રાન્ટ પણ ફાળવવામાં આવે છે
- અમરાઈવાડી વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓનો છે અભાવ
- ક્રાઇમ રેસીઓ પણ વધારે હોવાથી અનેક વાર કોર્પોરેટર દ્વારા રજુઆત કરાઈ
- દારૂના ગોરખધંધા ચાલે છે, અનેક રજુઆત કરાઈ હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી
- ચારેય કોર્પોરેટરો કોંગ્રેસના હોવાથી ભાજપ દ્વારા વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી તેવો કોર્પોરેટરનો આક્ષેપ
અમદાવાદઃ શહેરના અમરાઈવાડી વોર્ડમાં કાઉન્સિલર દ્વારા પોતાના વિસ્તારમાં અનેક પ્રકારના કાર્યો કરવામાં આવ્યા છે. કાઉન્સિલરને મળતી પાંચ વર્ષની ગ્રાન્ટનો કઈ રીતે ઉપયોગ કરાયો છે ? તેની વિગતો તે વિસ્તારના કાઉન્સિલરો પાસેથી ETV BHARATની ટીમે જાણવાનો પ્રયત્ન કર્યો છે. અમરાઈવાડી વિસ્તારમાં અનેક વિકાસના કામો થયા છે. જેમાં ડ્રેનેજ અને રસ્તાના કામો થયા છે તો અનેક કામો હજુ પણ બાકી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં આ વિસ્તારમાં પાણી અને ગટર ઉભરાવની સમસ્યાનો નિકાલ કરાયો છે.
વોર્ડમાં વર્ષે 1.50 કરોડની રેવન્યુ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે
આ વોર્ડમાં વર્ષે 1.50 કરોડની રેવન્યુ ગ્રાન્ટ પણ ફાળવવામાં આવે છે. તેમ છતાં આ વિસ્તારના લોકો હજુ પણ પ્રાથમિક સુવિધીઓથી વંચિત છે. તદુપરાંત અહીં ગુનાખોરી, દારૂના ગોરખધંધા પણ ચાલી રહ્યા હોવાની રજુઆત કોર્પોરેટર દ્વારા કરાયાની માહિતી મળી રહી છે. ઉલ્લખનીય છે કે, આ વિસ્તારમાં ચારેય કોર્પોરેટરો કોંગ્રેસના હોવાથી સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી તેવો કોર્પોરેટરનો આક્ષેપ છે.
આ વોર્ડમાં કેટલા કામો થયા ?
પ્રાથમિક સુવિધાઓ જેવી કે અર્બન હેલ્થ સેન્ટર, ડ્રેનેજ લાઈન, સ્ટ્રીટ લાઈટ, લાઈબ્રેરી, રબર પેવર બ્લોક અને રસ્તાઓ બનાવવામાં આવ્યા. કોરોનાકાળમાં અહીંના કોર્પોરેટર દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવ્યા છે તો અનેક કામો હજુ પણ બાકી છે. આ વિસ્તારમાં કેટલાક સ્થળોએ પાણી, ગટર, જેવી પ્રાથમિક સુવિધાઓ બાકી છે. તદુપરાંત આ વિસ્તારમાં ક્રાઇમ રેસીઓ પણ વધારે હોવાથી અનેક વાર કોર્પોરેટર દ્વારા રજુઆત કરવામાં આવી છે તેમ છતાં કોઈ નેક્કર પગલા લેવામાં આવ્યા નથી. વધુમાં કોર્પોરેટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અહીં દારૂના ગોરખધંધા પણ ચાલતા હોય છે જેની પોલીસ સમક્ષ અનેક વખત રજુઆત કરવામાં આવી છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી કારણ કે ભાજપના નેતાઓના હાથ હેઠળ આ ધંધો ચાલે છે.
પ્રજા કોને મત આપશે ?
આ વિસ્તારમાં અનેક કામો બાકી હોવાથી જનતા પણ કંટાળી ગઈ હોવાથી હવે પ્રજા પણ તેને જ મત આપશે કે જે પક્ષ તેમની સમસ્યાનો નિકાલ લાવશે. હવે જોવું રહ્યું કે આ વિસ્તારમાં પ્રજા કોને મત આપશે.