CAA અને NRCનો વિરોધ પ્રદર્શન કરી રહેલા હજારોના ટોળાને પોલીસે રોકતા લોકો ઉશ્કેરાયા હતા. જે બાદ ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં ACP, DCP, PI, PSI સહિત 19 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. ઘાયલ પોલીસકર્મીઓએ એલ. જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘાયલ પોલીસકર્મીમાં ઇસનપુર પોલીસ ઇન્સ્પેકટર જે. એમ. સોલંકી ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે જે. એમ. સોલંકીએ જ ફરિયાદ કરી છે. તેમને કરેલી ફરિયાદને ધ્યાનમાં રાખી 5000 લોકોના ટોળા સામે પોલીસ રાયોટિંગ, પોલીસના કામગીરીમાં દખલગીરી, હત્યાનો પ્રયાસ, મારામારી જેવા ગુના નોંધવામાં આવ્યા છે.
પોલીસે કુલ 2 મહિલા સહિત કુલ 49 લોકોની અટકાયત કરી છે. જેમાં કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદ ખાનની પણ પોલીસે અટકાયત કરી છે, તો જાણ અધિકાર મંચના પ્રમુખ શમશાદ પઠાણની પણ હાલ અટકાયત કરવામાં આવી છે. અન્ય શંકમંદો આરોપીને શોધવા સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. શકમંદોને પકડવા ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હાલ શાહ આલમ વિસ્તારમાં શાંતિનો માહોલ છે. સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.