અમદાવાદઃ શહેરમાં વધી રહેલા જીવલેણ કોરોના વાઇરસના પોઝિટિવ કેસને ધ્યાનમાં રાખીને અમદાવાદ મનપા દ્વારા ચાની કીટલી પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં જે કીટલી પર વધુ ભીડ દેખાય ત્યા કીટલી બંધ કરાવવામાં આવી છે. શહેરમાં કોરોના વધુ ન વકરે તે માટે મનપા દ્વારા તવાઈ શરૂ કરવામાં આવી છે.
શુક્રવારે મનપાની ટીમ શહેરના 7 ઝોનના 48 વોર્ડમાં આવેલા ટી સ્ટોલનું કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 4 દુકાનવાળા ટી સ્ટોલ સીલ કરવામાં આવ્યા છે, આ સાથે 480 જેટલા કેટલીના માલિકોને કોરોનાની ગંભીરતા સમજાવતા સ્વયંભૂ બંધ કરવામાં આવી છે.
ચાની કીટલીઓ પર પર માસ્ક પહેર્યા વગર લોકોની ભીડ અને સોશિયલ ડિસ્ટન્સિગનો અભાવ હોવાની ફરિયાદ ઘણીવાર થઈ રહી છે. ત્યારે શુક્રવારે મનપાએ સીલ કરેલા એકમોમાં ઉત્તરમાં 2 દક્ષિણમાં 1 અને મધ્ય ઝોનમાં 1નો સમાવેશ થાય છે.