અમદાવાદઃ મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે, જે બિલ્ડિંગના પ્લાનમાં પાર્કિંગની જગ્યા બતાવી છે, તે નહીં હોય તેવા તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં માત્ર તેમની સામે નોટિસ કાઢી સીલ કરવા સુધીની કાર્યવાહી કરવાની સૂચના આપી છે. આ પછી પણ તેઓ બાંધકામ દૂર નહીં કરે તો બીયુ રદ કરી દેવાશે. ઈમ્પેકટ ફી ના કાયદા અંતર્ગત મંજૂર કરવામાં આવેલી પાર્કિંગની અરજીઓ પણ ફરીથી રીફર કરવા માટે તેમજ ખોટી રીતે મંજૂર થઈ હોય તેવી અરજીઓ સામે પણ તપાસ કરી બીયુ રદ કરવા સુધીના આદેશો મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવ્યા છે.
અમદાવાદ: સીલ કરેલ ગેરકાયદેસર મકાનોનું બાંધકામ તોડવામાં નહીં આવે તો બિલ્ડરની બીયુ પરમિશન રદ થશે સીલ કરેલ ગેરકાયદેસર મકાનોનું બાંધકામ તોડવામાં નહીં આવે તો જે તે બિલ્ડરની બીયુ પરમિશન થશે રદ સીલ કરેલ ગેરકાયદેસર મકાનોનું બાંધકામ તોડવામાં નહીં આવે તો જે તે બિલ્ડરની બીયુ પરમિશન થશે રદ શહેરમાં કુલ સાત ઝોનના સાત ડેપ્યુટી ટીડીડીઓએ હવે તેમના ઝોનના તમામ બિલ્ડિંગોમાં પાર્કિંગની પ્રોપર જગ્યા છે અને તે જગ્યાનો પાર્કિંગ સિવાય અન્ય કોઈ પણ હેતુસર વપરાશ થતો નથી તેવુ પ્રમાણપત્ર દરેક ડેપ્યુટી ટીડીઓએ આપવાનું રહેશે. આ પ્રમાણપત્રની ખરાઈ અને સુપરવિઝન આસિ.કમિશનરોને કરવા માટે મ્યુનિ.કમિશનર વિજય નેહરાએ તાકીદ કરી છે.