ETV Bharat / city

Ahmedabad Mumbai Central Shatabdi Express: ગાંધીનગર સુધી દોડશે શતાબ્દી એક્સપ્રેસ

author img

By

Published : Dec 23, 2021, 11:04 PM IST

અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ (ahmedabad mumbai central shatabdi express)ને તારીખ 24 ડિસેમ્બરથી ગાંધીનગર (central shatabdi express for gandhinagar) સુધી લંબાવવામાં આવશે. શુક્રવાર એટલે કે 24મી ડિસેમ્બરથી આ નિર્ણયને અમલમાં મૂકવામાં આવશે.

Ahmedabad Mumbai Central Shatabdi Express: ગાંધીનગર સુધી દોડશે શતાબ્દી એક્સપ્રેસ
Ahmedabad Mumbai Central Shatabdi Express: ગાંધીનગર સુધી દોડશે શતાબ્દી એક્સપ્રેસ

અમદાવાદ: પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ (ahmedabad mumbai central shatabdi express) હવે ગાંધીનગર સુધી લાંબી થશે. આ નિર્ણયથી અનેક મુસાફરોને લાભ થશે. ખાસ કરીને જાન્યુઆરીમાં મહિનામાં વાયબ્રન્ટ સમિટ (vibrant gujarat global summit 2022) દરમિયાન મુસાફરોને આ ટ્રેન ઉપયોગી થઈ પડશે. અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસને તારીખ 24 ડિસેમ્બરથી ગાંધીનગર (central shatabdi express for gandhinagar) સુધી લંબાવવામાં આવશે. શુક્રવાર એટલે કે 24મી ડિસેમ્બરથી આ નિર્ણયને અમલમાં મૂકવામાં આવશે. શુક્રવારથી ટ્રેન ગાંધીનગર સુધી જવાની શરુઆત કરશે.

1:40ની આસપાસ ગાંધીનર પહોંચશે ટ્રેન

ટ્રેન નંબર 12009 રવિવાર સિવાય 6:10 વાગ્યે મુંબઈથી નીકળશે અને બપોરે 12:22 વાગ્યે તે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન (ahmedabad kalupur railway station) પહોંચશે. આ ટ્રેન 12.37 કલાકે અમદાવાદથી ગાંધીનગર જવા નીકળશે અને 1:40ની આસપાસ ગાંધીનર પહોંચી જશે. પહેલા આ ટ્રેન મુંબઈથી સવારે 6:40એ નીકળતી હતી અને 12:55એ અમદાવાદ પહોંચી જતી હતી.

રાજધાની એક્સપ્રેસ સાબરમતી સ્ટેશન પર ઊભી રહે

રિટર્નમાં આ ટ્રેન ગાંધીનગર (central shatabdi express return from gandhinagar)થી બપોરે 2:20 વાગ્યે નીકળશે અને 3:00 વાગ્યા સુધીમાં અમદાવાદ રેલવે સ્ટેશન પહોંચી જશે. ટ્રેન 3:05એ ઉપડશે અને મુંબઈ સ્ટેશન 9:45એ પહોંચશે. અગાઉ ટ્રેન અમદાવાદથી 2:50એ ઉપડતી હતી અને 9:20 સુધીમાં મુસાફરોને મુંબઈ પહોંચાડી દેતી હતી. આ ઉપરાંત નવા ફેરફાર મુજબ 23 ડિસેમ્બરથી અમદાવાદ-નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ (ahmedabad new delhi swarna jayanti rajdhani express) સાબરમતી સ્ટેશન પર ઊભી રહેશે.

આ પણ વાંચો: Cold Wave in Gujarat 2021: આજે રાજ્યમાં ગાંધીનગર સિવાયના જિલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું

આ પણ વાંચો: Gram Panchayat Election Gujarat 2021: સવારે 9 કલાકે શરૂ થશે મતગણતરી, જૂઓ વિગતવાર કાર્યક્રમ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.