ETV Bharat / city

નરેશ કનોડિયાના નિધનની વાત અફવા, પુત્ર હિતુ કનોડિયાએ આપ્યો રદિયો

ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયા કોરોના સંક્રમિત થયા હતા. તેમને 22 ઓક્ટોબરના રોજ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમની તબિયત વધારે લથડી હતી. જે બાદ સોશિયલ મીડિયામાં નરેશ કનોડિયાનું નિધન થયું હોવાના ખોટા સમચાર વહેતા થયા હતા. જે કારણે હિતુ કનોડિયાએ આ વાતને રદિયો આપતું નિવેદન શનિવારના રોજ આપ્યું હતું. આ સાથે તેમને નરેશ કનોડિયાના સારા સ્વાસ્થ્ય માટે પ્રથના કરવા માટે પણ અપીલ કરી હતી.

હિતુ કનોડિયા
હિતુ કનોડિયા
author img

By

Published : Oct 24, 2020, 5:03 PM IST

  • નરેશ કનોડિયાની હાલત ગંભીર
  • હિતુ કનોડિયાએ પ્રાર્થના કરવા લોકોને અપીલ કરી
  • હિતુ કનોડિયાએ ખોટા મેસેજ વાઇરલ ન કરવા કરી વિનંતી

અમદાવાદ: ખ્યાતનામ કલાકાર નરેશ કનોડિયા કોરોના સંક્રમિત થયા છે. જે બાદ તેમની તબિયત વધુ લથડતા અમદાવાદની યૂ. એન. મહેતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે નરેશ કનોડિયાનું મોત નિપજ્યું હોવાની અફવાએ જોર પકડ્યું હતું. આ અફવા મેસેજ સોશિયલ મીડિયામાં વહેતા થયા હતા. જે મામલે પુત્ર હિતુ કનોડિયાએ સ્પષ્ટતા કરી છે.

  • નરેશ કનોડિયાના મોતના ખોટા સમચારને હિતુ કનોડિયાએ આપ્યો રદિયો

નરેશ કનોડિયા મૃત્યુના ખોટા મેસેજ વાઇરલ થવા મામલે નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયાએ આ અંગે નિવેદન આપ્યું છે. હિતુ કનોડિયાએ જણાવ્યું હતું કે, નરેશ કનોડિયા હાલ સારવાર હેઠળ છે. હાલત ગંભીર છે. મારા પપ્પાનું ઓકિસજન લેવલ ઘટી રહ્યું છે, પરંતુ ડૉકટર સતત પ્રયત્નો કરી રહ્યા છે. તેઓ સહીસલામત છે, તેમના મૃત્યુ અંગેના ખોટા મેસેજ વાઇરલ ના કરશો. આ મેસેજ કોણે વાઇરલ કર્યા એ હું જાણતો નથી, હું મારા પપ્પાની સારવાર કરાવવામાં વ્યસ્ત છું. ડૉકટરો સારી રીતે સારવાર આપી રહ્યા છે.

નરેશ કનોડિયાના નિધનની અફવાને હિતુ કનોડિયાએ આપ્યો રદિયો
  • નરેશ કનોડિયા માટે લોકોને પ્રાર્થના કરવાની અપીલ

હિતુ કનોડિયાએ અપીલ કરી હતી કે, સોશિયલ મીડિયામાં ખોટા મેસેજીસ ફરે છે. બધા પ્રાર્થના કરો કે, નરેશ કનોડિયા ઝડપથી સાજા થઈ જાય. આ સાથે તમામ લોકોને સાવચેતી રાખવા અને કોરોનાને હળવાશથી ન લેવા જણાવ્યું હતું.

  • મેસેજ ફેલાવનારા સામે નથી નોંધાવી ફરિયાદ

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયમાં નરેશ કનોડિયાના મૃત્યુ અંગે વાઇરલ થયેલા મેસેજ અંગે તેમના પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી નથી

સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યું છે, ત્યારે નેતા અને અભિનેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ગુજરાતના સુપરસ્ટાર નરેશ કનોડિયા પણ કોરોના સંક્રમિત થયા છે. જેથી તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, હાલ તેમની તબિયત વધારે લથડી છે. જેથી તેમના પુત્ર અને ધારાસભ્ય હિતુ કનોડિયાએ સોશિયલ મીડિયા થકી પ્રાથના કરવા અપીલ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.