- ઘટનાના CCTV સામે આવ્યા
- અમદાવાદ પીરાણા અગ્નિકાંડમાં 12 લોકોના મોત
- વડાપ્રધાને ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું
અમદાવાદ : નાનુભાઈ એસ્ટેટના કેમિકલની એક ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગ લાગી હતી. બ્લાસ્ટ થતાની સાથે આસપાસના 9 ગોડાઉનને અસર થઈ હતી. જેમાંથી 3-4 ગોડાઉનની છત ધરાશાયી થઈ હતી. જે કારણે 25 લોકો ફસાયા હતા. જેમાંથી અત્યાર સુધીમાં 12 લોકોનાં મોત થયા છે. જ્યારે 14 લોકોનું રેસ્કયૂ કરાયું છે. ગોડાઉન બટાભાઈ ભરવાડનું હોવાનું સામે આવ્યું છે. તેમને આ ગોડાઉન ભાડે આપ્યું હતું. પોલીસે કેમિકલના ગોડાઉનના માલિકની પૂછપરછ પણ કરી છે.
આગ દુર્ઘટનાના CCTV સામે આવ્યા
આ કેમિકલ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટ અને આગ દુર્ઘટના CCTVમાં કેદ થઇ હતી. જેમાં જોઇ શકાય કે, કામદારો પોતાના જીવના જોખમે કામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો.
અમદાવાદ આગ કાંડમાં 7 પુરુષ અને 5 મહિલા સહિત કુલ 12 લોકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ
- કુલ 21 લોકોને બહાર કાઢ્યા જેમાંથી 12 લોકોના મોત
- ફાયર વિભાગની 24 ગાડી અને 60 કર્મચારીઓ રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયા હતા
- સાંજના સમયે NDRFના 30 કર્મચારીઓ પણ જોડાયા હતા