અમદાવાદ ઃ શહેરના વિરાટનગરમાં પરિવારના જ 4 વ્યક્તિઓની ઘાતકી હત્યા (Murder in Divyaprabha Society of Viratnagar )મામલે ક્રાઇમબ્રાંચની ટીમે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. વિનોદ મરાઠી નામના શખ્સનો શોધખોળ(Suspected accused Vinod Marathi ) હાથ ધરવામાં આવી છે. પોલીસે વિનોદ મરાઠી પર જ શંકા (Vinod Marathi under suspicion in family murder case in viratnagar )વ્યક્ત કરી છે. વિનોદ મરાઠી ટેમ્પો ચાલક હતો. હત્યા પાછળ આર્થિક સંકડામણ, ઘરકંકાસ કારણભૂત હોવાનું અનુમાન છે.આપને જણાવીએ કે ગઇકાલે ઓઢવના વિરાટનગર વિસ્તારના દિવ્યપ્રભા મકાન નંબર 30માં વૃદ્ધા, મહિલા, દીકરી અને દીકરાની ઘાતકી હત્યાનો મામલો (Ahmedabad Family Murder case Update)બહાર આવ્યો હતો.
કુલ 7 ટીમ તપાસમાં જોતરાઈ - મહત્વનું છે કે FSL અને ડૉગ સ્કવોડ સહિત ક્રાઇમબ્રાંચ સહિત કુલ 7 ટીમ તપાસમાં ઘટના સ્થળે તપાસ આદરી દીધી છે.. સોનલ, પ્રગતિ, ગણેશ અને સુભદ્રાબેન આ ચારેય લોકોની હત્યા (Ahmedabad Family Murder case Update )કરીને ઘરનો મોભી બહારથી તાળુ મારીને ફરાર થઇ ગયો હતો. વિનોદ મરાઠી નામનો શખ્સ ઘરથી બહાર લોક મારીને ફરાર થઇ જતા તેની પર શંકા ઉપજી છે. જમાઇ અને સાસુ વચ્ચે ઝઘડો થયો હોવાનું પણ કારણ (Ahmedabad Crime news)જાણવા મળ્યુ છે. અગાઉ પણ આરોપી દ્વારા છરી વડે હુમલો કર્યો હતો પરંતુ પારિવારિક ઝઘડાને કારણે પોલીસ ફરિયાદ થઇ ન હતી. વિનોદ મરાઠી મહારાષ્ટ્ર કે સુરત ફરાર થયો હોવાની શક્યતાને પગલે ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. દુર્ગંધ આવતા પાડોશીઓએ પોલીસને આ અંગે જાણ કરતા હત્યાનો પર્દાફાશ થયો હતો. હવે આ તપાસમાં અમદાવાદ શહેર ક્રાઈમબ્રાન્ચની ટીમ પણ (Police Invstigation in Murder Case) જોડાઈ છે.
આ પણ વાંચોઃ Crime in Vadodara: 19 વર્ષની યુવતીની તેના જ પ્રેમીએ કરી હત્યા
ક્રાઇમ બ્રાંચ સહિત કુલ 7 ટીમ તપાસમાં જોતરાઇ -પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સાંજે 7થી9 વાગે હત્યાની અંજામ આપ્યો હોઇ શકે છે. ઘટનાના દિવસે ઘરે સોનલે માતા અને દાદીને જમવા બોલાવ્યાં હતાં. દાદી પહેલા આવી ગયા બાદમાં સોનલની માતા આવ્યાં હતાં. આ દરમિયાન બોલાચાલી થતા સાસુ પર વિનોદે હુમલો કર્યો હતો. વિનોદની સાસુ પડી જતાં ઇજા થઇ હોવાનું અનુમાન છે. હુમલા બાદ ફરાર વિનોદે વતનમાં પરિવારનો સંપર્ક કર્યો હતો. વિનોદે થોડા દિવસ પહેલા જ મકાન વેચ્યું હોવાનું આવ્યું છે. મહત્વનું છે કે 15 દિવસથી પરિવાર નિકોલથી ઓઢવમાં આવ્યો હતો. જેથી શંકા (Suspected accused Vinod Marathi )એ પણ છે કે અગાઉથી જ હત્યાનું ષડયંત્ર ગોઠવવામાં આવ્યું હોઇ શકે.
વિનોદે પહેલાં પણ કર્યો હતો હુમલો -વિરાટ મરાઠી મહારાષ્ટ્રનો વતની છે. તેણે અગાઉ પણ સાસુ પર છરી વડે હુમલો કર્યો હતો. પરંતુ દીકરીનું ઘર બચાવવા સાસુએ હુમલાની વાત છૂપાવી હતી. પત્ની પર શંકા અને આર્થિક સંકળામણને કારણે ઝઘડા થતાં હતાં. વિનોદ મહારાષ્ટ્રના બુરહાનપુરનો વતની છે. પોલીસ દ્વારા આરોપીના વતન સહિત અલગ અલગ સ્થળે શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ સૂત્રોએ તીક્ષ્ણ હથિયારથી મૃતકોની હત્યા (Ahmedabad Family Murder case Update )થઈ હોવાની શક્યતા વ્યક્ત (Murder in Ahmedabad) કરી છે. હાલમાં પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
હત્યા કરી ફરાર થઇ ગયો હોવાની શંકા- મંગળવારે શહેરના વિરાટનગરથી આખા પરિવારની હત્યાના ચોંકાવનારા સમાચાર (Murder in Ahmedabad) સામે આવ્યા હતાં.. અહીં આવેલી દિવ્યપ્રભા સોસાયટીના (Murder in Divyaprabha Society of Viratnagar) એક જ ઘરમાંથી 4 લોકોના મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ આરંભી હતી.ઘરમાંથી એક વૃદ્ધા, મહિલા સહિત 2 બાળકોના મૃતદેહ (Ahmedabad Family Murder case Update )મળી આવ્યાં હતાં.પ્રાથમિક તપાસમાં એક જ પરિવારના 4 લોકોની હત્યા થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. તેમ જ ઘરના મોભી વિનોદ મરાઠીએ જ આ હત્યા કરી ફરાર થઇ ગયો હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી છે. મૃતકના નામો સોનલબેન વિનોદભાઈ (પત્ની) પ્રગતિબેન વિનોદભાઈ (દીકરી) ગણેશભાઈ વિનોદભાઈ (દીકરો) સુભદ્રાબેન (સાસુ)નો સમાવેશ થાય છે.ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.
આ પણ વાંચોઃ Murder in Surat: ઉધના રેલવે યાર્ડમાં ગર્ભવતી મહિલાની હત્યા ભાણેજે જ કરી હતી, પોલીસે બિહારથી કરી ધરપકડ
મકાનમાંથી દુર્ગંધથી ત્રસ્ત લોકોએ પોલીસને જાણ કરી - દિવ્યપ્રભા સોસાયટીના (Murder in Divyaprabha Society of Viratnagar) મરાઠી પરિવારના મકાનમાંથી દુર્ગંધ આવતા આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરી તો મકાનમાંથી 4 મૃતદેહ મળી આવ્યા હતાં.