ETV Bharat / city

અમદાવાદ: બનાવટી દાખલા અને આધારકાર્ડ બનાવતી ગેંગનો પર્દાફાશ - Gomtipur Police Station

બનાવટી આધારકાર્ડ અને આવક ના દાખલા બનાવતી ગેંગ ઝડપાઈ ગઈ છે. સરકારી અનાજની દુકાનમાં ચાલતા આ ગોરખધંધામાં સંડોવાયેલા એક સગીર સહિત ત્રણ આરોપીઓની ધરપરડ કરવામાં આવી છે. આરોપી પાસેથી પૂર્વ કોર્પોરેટરોના સહી કરેલા લેટરપેડ પણ મળી આવ્યા છે.જે અંગે કોર્પોરેટરોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

xxx
અમદાવાદ: બનાવટી દાખલા અને આધારકાર્ડ બનાવતી ગેંગનો પર્દાફાશ
author img

By

Published : Jun 25, 2021, 8:28 AM IST

  • બનાવટી આધારકાર્ડ અને આવક ના દાખલા બનાવતી ગેંગ
  • સરકારી અનાજની દુકાનમાં ચાલતો હતો ગોરખધંધો
  • આરોપી પાસેથી પૂર્વ કોર્પોરેટરોના સહી કરેલા લેટરપેડ પણ મળી આવ્યા

અમદાવાદ: શહેરના ગોમતીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી પટેલ મિલ પાસે સરકારી અનાજની દુકાનમાં બનાવટી આધાર કાર્ડનો પર્દાફાશ થયો છે. પોલીસે વસીમભાઈ મનસૂરી, ઇબ્રાહિમ મનસૂરી ધરપકડ કરી છે. બંને આરોપીઓ તેમની સાથે 17 વર્ષના સગીરને રાખી બનાવટી આધાર કાર્ડ અને આવકના દાખલા બનાવતા હતા. જે અંગે ડીસીપી ઝોન પાંચ સ્ક્વોડ ને બાતમી મળતા દુકાન પર રેડ કરવામાં આવી. અને આરોપીને 500 રૂપિયાથી લઈ હજાર રૂપિયામાં આધાર કાર્ડ બનાવતા ઝડપી લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો : વડોદરા: યુવાન સાથે ઓનલાઈન ખરીદીમાં થઈ છેતરપીંડી

લેટરપેડ સહિત વસ્તુઓ કબજે કરી

આરોપીની પૂછપરછ કરી તપાસ કરતા તેમની પાસેથી એક લેપટોપ, થમ્બ પ્લેટો, લેમિનેશન મશીન, રાઉટર, પ્રિન્ટર, 15 આધાર કાર્ડ, ત્રણ રેશનીંગ કાર્ડ, આઠ આવકના દાખલા, પાંચ સ્ટેમ્પ અને બે મોબાઇલ કબજે કરવામાં આવ્યા છે.આધારકાર્ડમાં સુધારા વધારા કરવા માટે ફોર્મ ઉપરાંત કોર્પોરેટર ઝુલ્ફી ખાન પઠાણની સહી કરેલા ફોર્મ મળી આવ્યા હતા.શહેર કોટડા ઝોનનો એક સિક્કો કબજે કરવામાં આવ્યો હતો આ તમામ દસ્તાવેજો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. કોર્પોરેટરોના નામના દસ્તાવેજો છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીમાં કરોડોની છેંતરપીંડી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.