ETV Bharat / city

GSTની આંટીઘૂટીને લઈને અમદાવાદ ઇલેક્ટ્રોનિક એસોસિએશનનો વિરોધ, વેપારીઓ રાષ્ટ્રવ્યાપી બંધમાં જોડાયા - કન્ફેડરેશન ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ

કન્ફેડરેશન ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા આજે એટલે કે શુક્રવારના રોજ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેને લઇને ગુરૂવારે અમદાવાદ શહેરમાં આવેલા રિલીફ રોડ ખાતે અમદાવાદ ઇલેક્ટ્રોનિક એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ અને શુક્રવારના ભારત બંધના એલાનને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું.

GSTની આંટીઘૂટીને લઈને અમદાવાદ ઇલેક્ટ્રોનિક એસોસિએશનનો વિરોધ

author img

By

Published : Feb 26, 2021, 3:00 PM IST

  • 26 ફેબ્રુઆરીના રોજ વેપારીઓએ કર્યુ ભારત બંધ એલાન
  • GSTમાં પડતી મુશ્કેલીઓથી વેપારી મંડળમાં રોષ
  • વેપારીઓના સમર્થનમાં ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ એસો. પણ પાળશે બંધ

અમદાવાદ: સરકાર દ્વારા GST લાગુ કર્યા બાદ સતત વિરોધ થઈ રહ્યો છે. GSTમાં રહેલી ખામીઓને લઈને વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે. અમદાવાદમાં રિલીફ રોડ ખાતે ઇલેક્ટ્રોનિક એસોસિએશન દ્વારા ગુરૂવારે રસ્તા પર ઉતરીને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે શુક્રવારે ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં તેમની સાથે ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ એસોસિયેશન અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા ટેક્સ પ્રેક્ટિસનરો પણ જોડાય તેવી જાહેરાત કરવામાં આવી છે.

GSTની આંટીઘૂટીને લઈને અમદાવાદ ઇલેક્ટ્રોનિક એસોસિએશનનો વિરોધ

વેપારીઓનું વિરોધ પ્રદર્શન

અમદાવાદના રિલીફ રોડ ખાતે મોટી સંખ્યામાં ઈલેક્ટ્રોનિક્સના વેપારીઓ પોતાનો ધંધો ચલાવી રહ્યા છે. જેમાં મોટાભાગના વેપારીઓ હોલસેલના વેપારીઓ છે અને GSTના કાયદામાં રહીને પોતાનું કામ કરી રહ્યા છે, પરંતુ GSTના કાયદામાં રહેલી કેટલીક ખામીઓને લઈને વેપારમાં મુશ્કેલી પડી રહી છે. કાયદામાં રહેલી ખામીને લઈને ભૂતકાળમાં પણ વેપારીઓ દ્વારા સરકાર અને અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. GSTના કાયદામાં સુધારો કર્યા પછી પણ વેપારીઓની મુશ્કેલી ભોગવવી પડતી હોવાથી હવે વેપારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી છે અને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરીને પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી.

ટ્રીબ્યુનલની રચના કરવા વેપારીઓએ કરી માગ

વેપારીઓએ સરકાર સામે આક્ષેપ કરતા કહ્યું કે, સરકાર અમારા મતને લઈને જ આગળ આવી રહી છે, પરંતુ સરકાર GSTમાં રહેલી ખામીઓને દૂર કરતી નથી. ખામીઓને લઇને વેપારીઓને મોટી નુક્સાની ભોગવવી પડે છે. આ સાથે સરકારના કેટલાક નિયમોને લઈને વેપારીઓ ત્રાસી ગયા છે. કેટલાક એવા નિયમો છે કે, જેમાં રહેલી ખામીઓ અને અધિકારીઓની ભૂલને લઈને નુકસાન વેપારીઓને પડે છે. તેને લગતા કેસમાં સીધી હાઇકોર્ટમાં જ સુનાવણી થતી હોવાથી વેપારીઓને લાંબો સમય સુધી રાહ જોવી પડે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.