ETV Bharat / city

અમદાવાદ જિલ્લા સમાજ સુરક્ષા કચેરીએ ટ્રાન્સજેન્ડર માટે વેક્સિનેશનની કરી વ્યવસ્થા

અમદાવાદ જિલ્લા સમાજ સુરક્ષા કચેરીએ ટ્રાન્સજેન્ડરને રસી આપવાની ઝુંબેશનો શુભારંભ કર્યો છે. આ રસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં પ્રથમ દિવસે 16 ટ્રાન્સજેન્ડરને કોરોના સામે સુરક્ષા પૂરી પાડતી રસી આપવામાં આવી હતી.

ટ્રાન્સજેન્ડરને અપાઈ વેક્સિન
ટ્રાન્સજેન્ડરને અપાઈ વેક્સિન
author img

By

Published : Jun 25, 2021, 7:08 PM IST

સમાજના તમામ વર્ગને વેક્સિન અપાશે

16 ટ્રાન્સજેન્ડરે લીધી વેક્સિન

સામાજિક કાર્ય કરતી સંસ્થાઓ વ્યવસ્થા કરી રહી છે

અમદાવાદ: ટ્રાન્સજેન્ડરને વેક્સિનેશનના આ ઉત્સવમાં તેઓ ખૂબ ઉત્સાહ સાથે જોડાયા હતા. ટ્રાન્સજેન્ડર્સને દૂધેશ્વર વિસ્તારમાં શાહપુર દરવાજા નજીક સ્થિત લાલાકાકા કમ્યુનિટી હોલમાં રસી આપવામાં આવી હતી.

સમાજનો કોઈ વર્ગ બાકાત નહીં રહે

અમદાવાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આરતીબહેન બોરિચાએ જણાવ્યું હતું, “કોવિડ સામેની લડાઈમાં સમાજનો કોઈ વર્ગ બાકાત ન રહે તે માટે સરકાર દ્વારા દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે. આ દિશાનિર્દેશ અનુસાર અમદાવાદ જિલ્લામાં ટ્રાન્સજેન્ડરમાં વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી છે.”

ટ્રાન્સજેન્ડરનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાયું

નોંધપાત્ર બાબત એ છે કે, ટ્રાન્સજેન્ડર માટે કાર્યરત સંસ્થાઓની મદદથી ટ્રાન્સજેન્ડરનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી અમદાવાદ મહાનગરપાલિકાના સહયોગથી આ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રસીકરણ બાદ ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીએ રસીકરણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારત અને ગુજરાત સરકાર દ્વારા મહત્તમ રસીકરણ થાય તે દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત વિવિધ વિભાગો દ્વારા રસીકરણ ઝુંબેશ ચલાવવામાં આવી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.