- પીએમના ડ્રીમ પ્રોજેકટમાં ભ્રષ્ટાચાર
- બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર
- 2 મામલતદાર સહિત 3 ઝડપાયાં
- જમીન સંપાદનનું વળતર આપવા 3 લાખની લાંચ માગી
અમદાવાદઃ ખેડામાં અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદનના વળતર પેટે ચૂકવવામા આવતી રકમ મામલે ભ્રષ્ટાચારનું કૌંભાંડ સામે આવ્યુ છે. જે મામલે ACBએ ખેડામાં કાર્યવાહી કરી 2 મામલતદાર સહિત 3 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.. આરોપીઓએ ભોગ બનનાર પાસેથી 3 લાખ રૂપિયાની લાંચ માગી હતી અને લાંચ લેતાં ACB એ ઝડપી પાડયાં હતાં.
ACBએ ખેડામાં કાર્યવાહી કરી 2 મામલતદાર સહિત 3 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી રોકડ નહીં પરંતુ બેંકની સ્લીપ દ્વારા લીધી લાંચબુલેટ ટ્રેનમાં જમીન સંપાદન મામલે અપાતાં વળતર અંગે થઈ રહેલી ગેરરીતિની ACBને અરજીઓ મળી રહી હતી. જે અંગે તપાસ ચાલી રહી હતી ત્યારે ખાનગી રાહે તપાસ કરતાં ACBના ફરિયાદીને જમીન સંપાદનના 17 લાખ રૂપિયા મળવાનાં હતાં. જે ફરિયાદીના ખાતામા જમા ન થતાં ફરિયાદીએ આરોપી કોમ્પ્યુટર ઓપરેટર પિન્કેશ પરમારનો સંપર્ક કર્યો હતો. તેણે 17 લાખ લેવા માટે અધિકારી સાથે વ્યવહાર કરવાનું જણાવ્યુ હતું. ત્યારબાદ પિન્કેશે ફરિયાદી પાસેથી બેંકની ડિપોઝીટ અને વિડ્રોઅલ સ્લિપમાં સહીઓ કરાવી લાંચ મેળવી હતી. આ મામલે મામલતદાર મુકેશ સોની અને ભીખા વાઢેર જે બન્ને હાલ આઉટસોર્સિંગ આધારિત પોસ્ટિંગ પર છે તેમની પણ સંડોવણી સામે આવી હતી. જેથી તેમની પણ અટકાયત કરી હતી.અત્યાર સુધી જમીન સંપાદનના 300 કરોડ ચૂકવાયાંખેડામાં જમીન સંપાદનમાં અત્યાર સુધી સરકાર તરફથી 300 કરોડ ચૂકવી દેવામાં આવ્યાં છે. ત્યારે આ માત્ર 17 લાખમાંથી 3 લાખની લાંચનું કૌભાંડ સામે આવ્યું છે. ત્યારે અનેક લોકો પાસે આ રીતે લાંચ માગી હોવાની અને વધુ આરોપીઓની પણ સંડોવણી હોવાની પૂરી શક્યતા રહેલી છે જે મામલે ACB દ્વારા હાલ તપાસ ચાલી રહી છે.