અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક આવી રહી છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી જીતવા માટે બાંયો ચડાવી છે. તેવામાં કોંગ્રેસે પણ પોતાના માળખામાં ફેરફાર કરવાનું શરૂ કરી દીધું છે. હાલમાં જ કોંગ્રેસે અમદાવાદ શહેરના કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિરવ બક્ષીની નિમણૂક (Nirav Bakshi Ahmedabad City Congress President) કરી છે. તેમણે પ્રમુખ તરીકેનો પદભાર સંભાળતા પહેલા ગાંધી આશ્રમથી સરદાર બાગ સુધી રેલી પણ (Congress Rally in Ahmedabad)યોજી હતી.
સરદાર બાગ ખાતે યોજાયો સન્માન સમારોહ - અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે પદગ્રહણ (Ahmedabad Congress President) પહેલા સરદારબાગ ખાતે નિરવ બક્ષીનો સન્માન સમારોહ (Ceremony in honor of Nirav Bakshi) પણ યોજાયો હતો. તે દરમિયાન ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, કોંગ્રેસના સોશિયલ મીડિયા ચેરમેન રોહન ગુપ્તા પણ હાજર રહ્યા હતા.
અમદાવાદમાં આરોગ્ય સેવામાં અભાવ - નિરવ બક્ષીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં દરેક સમાજ મોંઘવારી, શિક્ષણ, આરોગ્ય, બેરોજગારીના મારામાં પીસાઈ રહ્યો છે. પ્રજાના આ જ પ્રશ્નોનો અમે અવાજ બનીશું અને પ્રજા માટે અમે (Nirav Bakshi Ahmedabad City Congress President) લડીશું.
આ પણ વાંચો- Congress Yuva Swabhiman Sammelan: કોંગ્રેસની ચીમકી, યુવાનો માટેનું આ આંદોલન લાંબા સમય સુધી ચાલશે
AMCએ કોરોના કાળમાં પ્રજાની કાળજી ન રાખી - નિરવ બક્ષીએ (Ahmedabad Congress President) વધુમાં જણાવ્યું હતું કે, કોરોના કાળ શહેરની જનતા ઓક્સિજન, રેમડિસિવિર ઈન્જેક્શન, વેન્ટિલેટર માટે ઠેરઠેર ભટકવું પડ્યું હતું. તેના કારણે અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રજાના આરોગ્યની કાળજી રાખી હોત તો શહેરજનોએ પોતાના સ્વજનોને ગુમાવવાનો વારો ન આવ્યો હોત.